Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

કુમુદ અને શારીબ જોડાયા 'મિશન મજનુ'માં

કલાકારો કુમુદ મિશ્રા અને શારીબ હાસમી નવી ફિલ્મ મિશન મજનુમાં સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મનું શુટીંગ લખનોૈમાં શરૂ થઇ ચુકયું છે. નિર્દેશન શાંતનુ બાગચીની આ ફિલ્મમાં મુખ્ય જોડી સિધ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદાનાની છે. રોની સ્ક્રુવાલા, અમર બુટાલા અને ગરિમા મહેતા નિર્મિત આ ફિલ્મમાં કુમુદ મિશ્રા અને શારીબની પણ એન્ટ્રી થઇ છે. કુમુદે અગાઉ ફિલ્મીસ્તાન, જોલી એલએલબી, થપ્પડ, આર્ટિકલ-૧૫, એરલિફટ સહિતની ફિલ્મો કરી છે. જ્યારે  શારીબે સ્લમડોગ મિલિયોનરથી અભિનય શરૂ કર્યો છે. તેણે ફિલ્મીસ્તાન, ગિલ્ટી બોય સહિતમાં કામ કર્યુ છે. હવે તેને મિશન મજનૂમાં ખાસ રોલ અપાયો છે. કુમુદે કહ્યું હતું કે એક મનોરંજક કહાનીનો ભાગ બનીને હું ખુશ છું. શારીબે કહ્યું હતું કે સ્ટોરીથી હું ખુબ પ્રભાવીત થયો છું. દેશભકિત અને વિરતા પર આ ફિલ્મ આધારીત છે. મહત્વના રો ઓપરેશન પર આધારીત આ ફિલ્મ ૧૯૭૦ની અસલી ઘટના પરથી આધારીત છે. 

(10:42 am IST)