Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

જબરદસ્ત ડાન્સથી ચાહકોને મંત્રમુગ્ધ કરતી દિશા

અભિનેત્રીઓ ફિલ્મો ઉપરાંત વેબ સિરીઝ અને ડિજીટલ મિડીયાની ફિલ્મોમાં પણ કામ કરતી થઇ છે. આ સિવાય આઇટમ નંબર કે પછી વિડીયો સોંગ થકી પણ તે પોતાના ચાહકોની વચ્ચે રહે છે. દિશા પટાની સોશિયલ મિડીયા પર ખુબ સક્રિય રહેતી અભિનેત્રીઓ પૈકીની એક છે. તેની પોતાની યુ ટ્યુબ ચેનલ પણ છે. તેણે તાજેતરમાં આ ચેનલ પર એક નવુ ગીત 'મેરે નસિબ મેં તું હૈ કે નહિ...' રિલીઝ કર્યુ છે. જે ખુબ વાયરલ થયું છે. આ ગીતમાં દિશા જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેના ડાન્સ મુવ્સ જોઇને ટાઇગરની યાદ ચાહકોને આવી જાય છે. દિશાનો લૂક પણ શાનદાર છે. ગુલાબી રંગના આઉટફિટમાં તે ખુબ જબરા ડાન્સ સ્ટેપ કરી રહી છે. ગીત રિલીઝ થતાં જ ચાર લાખથી વધુ વ્યુઝ મળી ગયા હતાં. દિશાએ બોલીવૂડમાં એમ એસ ધોની-ધ અનટોલ્ડ સ્ટોરીઝથી શરૂઆત કરી હતી. હવે તે સલમાન ખાન સાથેની રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ આવી રહી છે.

(10:44 am IST)