Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

સાયન્સ ફિકશન ફિલ્મ માટે દિપીકાની ફી અધધધ ૨૦ કરોડ

મુંબઇ તા. ૧૬: દિપીકા પાદુકોણ અત્યારે એવા સ્થાન પર છે જ્યાં તેને ફિલ્મ માટે તે માંગે એટલી રકમ નિર્માતાઓ આપી રહ્યા છે. તેની પાસે મોટા ભાગની ફિલ્મો મોટા બજેટવાળી છે. તે હાલમાં શાહરૂખ ખાન સાથે પઠાન, રિતીક રોશન સાથે ફાઇટર અને શકુન બત્રા સાથે ધ ઇન્ટર્નની હિન્દી રિમેક કરી રહી છે. પતિ રણવીરસિંહ સાથેની તેની ફિલ્મ '૮૩' રિલીઝ માટે તૈયાર છે. જેમાં તે કપિલ દેવના પત્નિ રોમીના રોલમાં છે. આ ઉપરાંત હોમ પ્રોડકશનની ફિલ્મ દ્રોપદી પણ તે કરી રહી છે. હાલમાં દિપીકાએ નાગ અશ્વિનની એક સાયન્સ ફિકશન ફિલ્મ માટે પણ હા કહી દીધી છે. આ ફિલ્મ માટે તેણે અધધધ ૨૦ કરોડની ફી નક્કી કરી છે. ભારતીય હિરોઇનો દ્વારા લેવામાં આવેલી આ સોૈથી વધુ ફી હોવાનું કહેવાય છે. દિપીકાને મળી રહેલી આ ફી પાછળ તેની બ્રાન્ડ વેલ્યુ પણ કારણભુત છે. તેણે અનેક બ્રાન્ડ માટે પણ કામ કર્યુ છે.

(3:05 pm IST)