Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

આવકનો બીજોસ્ત્રોત પણ હોવો જોઇએઃ જતીન

ટીવી શો કસોટી જિંદગીથી લઇને હમારીવાલી ગૂડ ન્‍યુઝ સહિત અનેક સિરીયલોમાં કામ કરી ચુકેલો અભિનેતા જતીન શાહ લાંબી કારકિર્દી પછી પણ પૈસાની બાબતમાં માત્ર અભિનય પર નિર્ભર નથી. તે કહે છે આ ફિલ્‍ડમાં તમારી પાસે કામય કામ હોય જ એવું ન પણ બને. એક શો પુરો થાય પછી બીજી સિરીયલ મળવામાં ગાળો લાંબો પણ આવી શકે. તમે જો ચિંતા વગર અભિનય કરવા ઇચ્‍છતા હોવ તો તમારી પાસે આવકનો બીજોસ્ત્રોત પણ હોવો જોઇએ. મુળ મધ્‍ય પ્રદેશનો જતીન હાલમાં પરિવાર સાથે પુણેમાં રહેછે. તે કહે છે નબળા સમયમાં મેં કદી અભિનય છોડવાનો વિચાર કર્યો નથી. હું અને મારી પત્‍નિ કોલેજના સમયથી પુણેમાં રહ્યા છીએ એટલે અહિ વધુ ફાવે છે. પણ સિરીયલના શુટીંગ વખતે હું મુંબઇમાં રહુ છું. હું શુટીંગમાં વ્‍યસ્‍ત હોઉ ત્‍યારે મારી પત્‍નિ પુણેનું અમારું સ્‍પા સંભાળે છે. શુટીંગ ન હોય ત્‍યારે હું પણ પુણે જઇ પત્‍નિ અને દસ વર્ષની દિકરી સાથે રહી સ્‍પા સંભાળુ છું. જતીન હવે ટીવી શો અપનાપનમાં કામ કરી રહ્યો છે. 

(9:56 am IST)