Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

હું ત્‍યારે ચોંકી ગઇ હતીઃ એશા ગુપ્‍તા

અભિનેત્રી એશા ગુપ્‍તાને ચાહકોએ તાજેતરમાં વેબ સિરીઝ આશ્રમના ત્રીજા ભાગમાં અલગ જ રોલમાં જોઇ છે. તેના રોલના વખાણ પણ થઇ રહ્યા છે. એશાએ કહ્યું હતું કે મારી દિકરી અભિનેત્રી બને તેવી જરાપણ મારી ઇચ્‍છા નથી. એશા કહે છે હું આ ઇન્‍ડસ્‍ટ્રીનો ભાગ બની એ પહેલા મને ઘણું ઘણું બદલવા કહેવાયું હતું. મને ગોરા રંગ માટેના ઇન્‍જેક્‍શન લેવાનું કહેવાયું હતું. મારું નાક ગોળ છે તેને સર્જરી કરાવી અલગ શેપ આપવા સલાહ અપાઇ હતી. પરંતુ હું આવુ બધુ સાંભળીને ચોંકી ગઇ હતી.  મેં તપાસ કરી તો જાણ થઈ કે ચામડીને રૂપાળી બનાવવાના ઇન્‍જેક્‍શન પણ આવે છે અને એ નવ હજારમાં વેંચાય છે. હું તેનું નામ નહિ લઉ પણ ઇન્‍ડસ્‍ટ્રીમાં ઘણા તેનો ઉપયોગ કરતાં હોઇ શકે છે. આ કારણે જ કદાચ હું નથી ઇચ્‍છતી કે મારી દિકરી અભિનેત્રી બને. હું નહીં ચાહું કે મારી દીકરી એક્‍ટર બને તો તેને પણ નાની ઉંમરે જ સુંદર દેખાવાનું  દબાણ વેઠવું પડે. જો આમ થશે તો તે કદી પણ સામાન્‍ય અને વાસ્‍તવિક રીતે જીવન પસાર નહીં કરી શકે. મારી ઇચ્‍છા છે કે તે એથ્‍લીટ બને.

(9:57 am IST)