Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

હાલમાં આ ઓપ્શન યોગ્ય છેઃ કિર્તી

અભિનેત્રી કિર્તી કુલ્હારની ફિલ્મો ઉપરાંત વેબ સિરીઝને કારણે પણ સારી નામના મળી છે. કિર્તી સ્પષ્ટ કહે છે કે હાલના સમયમાં ઓટીટફી પ્લેટફોર્મ એકદમ સલામત ઓપ્શન સમાન છે. તાજેતરમાં ડિજીટલ રિલીઝ શાદિસ્તાનમાં દેખાયેલી કિર્તીને ક્રિમીનલ જસ્ટીસ-બિહાન્ડ કલોઝડ ડોર્સ, બાર્ડ ઓફ બ્લડ અને ફોર મોર શોટ્સ પ્લીઝ સહિતની સિરીઝને કારણે પણ ઓળખવામાં આવે છે. કિર્તી કહે છે હાલના કપરા સમયમાં લોકો સિનેમા હોલ સુધી જવા ઇચ્છતા નથી. નિર્માતા-નિર્દેશક પણ હાલના સમયે ફિલ્મો થિએટરમાં રિલીઝ કરવાનું જોખમ લઇ રહ્યા નથી. આ સમયે ઓટીટી પ્લેટફોર્મ જ સલામત લાગી રહ્યું છે અને એ ખુબ સફળ પણ નીવડી રહ્યું છે. ઓટીટીને કારણે હવે એ ચિંતા પણ નથી રહેતી કે શુક્રવારે રિલીઝ થતી તમારી ફિલ્મ દર્શકો જોવા જશે કે નહિ, એ ફિલ્મ કેટલી ચાલશે, લોકોને ગમશે કે નહિ? આ સહિતના સવાલોથી તમને છુટકારો મળી ગયો છે. ઓટીટી પર તમને ભરપૂર એકટીંગ કરવાની તક પણ મળે છે. હાલમાં તો આ આયોજથી બધાને ફાયદો થઇ રહ્યો છે.

(10:12 am IST)