Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

'આશ્રમ ૩'નું શૂટિંગ શરૂ કર્યું ચંદન રોય સાન્યાલે

'આશ્રમ' માં ચંદને ભોપા સ્વામીનું પાત્ર ભજવ્યું હતુ જે બાબા નિર્મલ એટલે બોબી દેઓલનો રાઇટ હેન્ડ હોય છે

મુંબઇ,તા.૧૬: ચંદન રોય સાન્યાલે 'આશ્રમ ૩'નું શૂટિંગ શરૂ કર્યું છે. પ્રકાશ ઝાએ તેમની 'આશ્રમ ૩'નું  શૂટિંગ જયપુરમાં શરૂ કર્યું છે. એક મહિના લાંબું આ શૂટિંગ શેડ્યુલ છે. 'આશ્રમ'માં ચંદને ભોપા સ્વામીનું પાત્ર ભજવ્યું હતું જે બાબા નિર્મલ એટલે કે બોબી દેઓલનો રાઇટ હેન્ડ હોય છે. આ વિશે વાત કરતાં ચંદને કહ્યું હતું કે 'મારા કરીઅરમાં 'આશ્રમ'એક ટર્નિંગ પોઇન્ટ બન્યો છે. એકટર દ્વારા આ શોએ મને ખાસ ઓળખ આપી છે. શૂટ સારી રીતે થાય એ માટે પ્રોડકશન-હાઉસ દ્વારા દરેક પ્રકારની કાળજી રાખવામાં આવી રહી છે. ભોપા સ્વામીને ફરી ભજવવું મારા માટે ઘણું એકસાઇટિંગ છે અને આ શોમાં નવા ટ્વિસ્ટ માટે તૈયાર રહો.

(10:24 am IST)