Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

મિસ્ટર ઇન્ડિયા રહી ચૂકેલ મનોજ પાટીલે કર્યો આત્મહત્યાનો પ્રયાસ : અભિનેતા સાહિલ ખાનને ગણાવ્યો જવાબદાર

મુંબઈ: બોડીબિલ્ડર અને મોડેલ જે મિસ્ટર ઇન્ડિયા હત મનોજ પાટીલ તેમણે મુંબઈમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મનોજે ગુરુવારે સવારે ઓશિવારામાં તેના ઘરે ઊંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. મનોજ હાલમાં મુંબઈની કૂપર હોસ્પિટલમાં દાખલ છે. જોકે તે ખતરાની બહાર છે. મનોજ પાટીલે સુસાઈડ નોટ લખી છે અને તેની આત્મહત્યા પાછળ અભિનેતા સાહિલ ખાનને જવાબદાર ગણાવ્યો છે.

(5:55 pm IST)