Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

ઈરફાન ખાનના પુત્ર બાબિલને મળી વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી: સોશિયલ મીડિયા પર શેયર કરી માહિતી

 મુંબઈ: આ વર્ષે જૂનમાં ઇરફાન ખાનના પુત્ર બાબિલ ખાને તેના સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે તે અભિનયને પોતાની કારકિર્દી બનાવવા માટે કોલેજ છોડી રહ્યો છે. પછી તેણે તેના બધા મિત્રો માટે એક ખૂબ જ ભાવનાત્મક પોસ્ટ લખી. હવે બાબિલે યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે.પોતાનું ડિગ્રી સર્ટિફિકેટ વહેંચતા બબીલે લખ્યું, "કોલેજમાંથી બહાર નીકળ્યા પછી પણ કોઈક રીતે મેં મારી ડિગ્રી મેળવી." આ ફોટોમાં તમે જોઈ શકો છો કે વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટી દ્વારા ડિગ્રી સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, જેમાં બાબિલને તેની બેચલર ડિગ્રી આપવામાં આવી છે.

(5:56 pm IST)