Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

'વો લડકી હૈ કહાં'નો ફર્સ્ટ લૂક રિલીઝઃ પ્રતીક ગાંધી માટે દુલ્હન શોધે છે તાપસી

તાપસી અને પ્રતીક બન્નેએ પોતાની આ ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર કરી દીધો છેઃ આમાં તાપસી પન્નૂ એક પોલીસ ઓફિસરના યૂનિફોર્મમાં જોવા મળી રહી છે અને હાથમાં એક નકશો દેખાય છે

મુંબઇ,તા. ૧૬: તાપસી પન્નૂ અને પ્રતીક ગાંધીની નવી ફિલ્મ આવી રહી છે- વો લડકી હૈ કહાં. આ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે. તાપસી અને પ્રતીક બન્નેએ પોતાની આ ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર કરી દીધો છે. આમાં તાપસી પન્નૂ એક પોલીસ ઓફિસરના યૂનિફોર્મમાં જોવા મળી રહી છે અને હાથમાં એક નકશો દેખાય છે. જયારે પ્રતીક ગાંધી દુલ્હાના વેશમાં હાથમાં દૂરબીન સાથે ઊભેલો છે. આમ તાપસી પ્રતીકની દુલ્હને શોધી રહી છે.

તાપસીએ એક ન્યૂઝ પોર્ટલને જણાવ્યું હતું કે તેનું પાત્ર એક મજબૂત કેરેકટર છે જે ખૂબ જ મનોરંજક છે. તેણે કહ્યું કે સિદ્ઘાર્થ રોય કપૂર જેવા પ્રોડ્યૂસર અને પ્રતીક ગાંધીની સાથે કામ કરવું ખૂબ જ એકસાઇટિંગ છે. પ્રતીકે એ પણ કહ્યું કે તે 'સ્કેમ ૧૯૯૨' પછી તે કંઇક જૂદું જોઇ રહ્યો હતો અને આ રોલમાં તે બધું જ હતું જે તે શોધી રહ્યો હતો.

જંગલી પિકચર અને રોય કપૂર ફિલ્મ્સ આ ફિલ્મ પ્રોડ્યૂસ કરી રહ્યા છે. 'વો લડકી હૈ કહાં'ને અર્શદ સય્યદે લખ્યું છે અને તે આને ડિરેકટ કરી રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

તાપસીની અન્ય ફિલ્મોની વાત કરીએ તો તેમની ફિલ્મ રશ્મિ રોકેટ તાજેતરમાં જ ઓટીટી પર રિલીઝ થઈ ગઈ છે. આ સિવાય તે 'શાબાશ મીઠૂ', 'દોબારા' અને 'લૂટ લપેટા' નામની ફિલ્મોમાં જોવા મળશે.

(10:00 am IST)