Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

આ શહેરે ઘણુ બધુ આપ્યું છેઃ સાન્યા

સાન્યા મલ્હોત્રાએ અંતે મુંબઇમાં પોતાનું ઘરનું ઘર લઇ લીધું છે. ચોૈદ કરોડ ત્રણ લાખની કિંમતનું ઘર તેણે જુહુ વરસોવા લિંક રોડ પર બે-વ્યુ બિલ્ડીંગમાં ખરીદ કર્યુ છે. આ બિલ્ડીંગમાં રિતીક રોશનના પણ બે ફલેટ છે. આથે તે હવે રિતીકની પાડોશી પણ બની ગઇ છે. સાન્યાએ જે ફલેટ ખરીદ્યો છે એ અગાઉ બિલ્ડરના નામે હતો, હવે તે સાન્યાના નામે ટ્રાન્સફર થઇ ગયો છે. આ સાન્યાનું પહેલું ઘર નથી. ૨૦૧૮માં પણ તેણે મુંબઈમાં એક ઘર ખરીદ્યું હતું. તેને મુંબઈ ખૂબ પસંદ છે. મુંબઈ વિશે સાન્યાએ કહ્યું હતું કે આ શહેર મારું ઘર બની ગયું છે. એ સલામત છે, મને શાંતિ આપે છે અને મને એક અલગ પ્રકારની આઝાદી મળે છે. મારો પરિવાર દિલ્હીમાં રહે છે અને તેઓ અહીં સતત આવ્યા કરે છે. હું છેલ્લાં પાંચ વર્ષથી મુંબઈમાં રહું છું. આ શહેરે મને ઘણુ બધું આપ્યું છે. ઘર ખરીદવા પહેલાં હું વન બેડરૂમ એપાર્ટમેન્ટમાં રહેતી હતી. મોટું ઘર ખરીદવાનો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે મારો પરિવાર દિલ્હીથી અહીં જ્યારે પણ ઇચ્છા હોય ત્યારે આવીને મારી સાથે રહી શકે.  હવે હું હવે મારી મમ્મીને મહિનાઓ સુધી મારી સાથે રાખી શકીશ.

(10:00 am IST)