Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

આશા છે આ સપનુ પણ પુરું થશેઃ શરવરી

અભિનેત્રી તરીકે કારકિર્દી શરૂ કરી એ પહેલા શરવરી વાઘએ આસિસ્ટન્ટ ડિરેકટર તરીકે કામ કર્યુ હતું. તે કહે છે ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં હું આસિસ્ટન્ટ ડિરેકટર હતી. તે વખતે રણવીરસિંહનું કામ જોઇને હું ઘણું શીખી હતી. શરવરીની બંટી ઓૈર બબલી-૨ આવી રહી છે. તેની પાસે આ સિવાય પણ યશરાજ ફિલ્મ્સની વધુ ત્રણ ફિલ્મો હાથ પર છે. તે આ કારણે ખુબજ ખુશ છે. તેણે કહ્યું હતું કે ફિલ્મનું પ્રમોશન કરવા માટે હું ટીવીના અલગ અલગ શો પર પહોંચી એ મારા માટે અત્યંત આનંદ અને ગોૈરવની ક્ષણ હતી. ૨૦૧૫માં બાજીરાવ મસ્તાનીમાં આસિસ્ટન્ટ ડિરેકટર તરીકે રણવીરસિંહે મને ખુબ જ પ્રેરીત કરી હતી. મારા માટે તો તેને દરરોજ તેના અંદાજમાં કામ કરતા જોવું એ એક શીખવાનો અનુભવ હતો. મારી હંમેશાં ઇચ્છા હતી કે મને રણવીર સાથે કામ કરવાની તક મળે. મને પુરેપુરી ખાતરી છે કે એક દિવસ એ સપનું પણ પુરું થશે. હાલમાં તો હું તેના શોમાં પહોંચી એ પણ મારા માટે ખુબ જ મોટી ખુશીનું કારણ છે.

(10:01 am IST)