Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

બાજીરાવના પાત્ર માટે વેંકટેશ પાંડેએ કરી ભરપુર મહેનત

ટીવી અને ફિલ્મોના કલાકારો પોતાના પાત્રને ન્યાય આપવા માટે ભરપુર મહેનત કરતાં હોય છે. જે પાત્ર પોતે ભજવે છે તેના માટે પોતે લાયક છે એ સાબિત કરવા તનતોડ મહેનત કરતાં હોય છે. ટીવી સિરીયલ કાશીબાઇ બાજીરાવ બલ્લાલમાં મુખ્યત્વે મરાઠા સામ્રાજ્યની ઓછી જાણીતી કશીભાઇની કહાની દર્શાવાઇ રહી છે. આ શોમાં વેંકટેશ પાંડેને બાજીરાવ બલ્લાલનું પાત્ર મળ્યું છે. વેંકટેશ કહે છે આ પાત્ર માટે મારે સઘન તૈયારીઓ કરવી પડી હતી. શાળાઓ ઓનલાઇન ચાલતી હોવાથી હું સવારે અભ્યાસ કરી લીધા પછી શોના શુટીંગમાં સામેલ થાઉ છું. બાજીરાવ બલ્લાલ એક મહાન મરાઠા યોધ્ધા હોઇ મારે આ પાત્ર માટે તલવારબાજી અને ઘોડેસવારી પણ શીખવા પડ્યા છે. એક યોધ્ધા તરીકે મારે મારું શરીર ખડતલ અને કસાયેલુ બનાવવું પડ્યું છે. અ ઉપરાંત લાઠીદાવ પણ શીખ્યો હતો. પાત્રને લઇને આ બધા કરતબો શીખવા એ મારા માટે યાદગાર બની ગયું છે. મારા પાત્રને વાસ્તવીક રીતે રજૂ કરવા વારંવાર બાજીરાવ મસ્તાની ફિલ્મ પણ મેં જોઇ હતી.

(10:13 am IST)