Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

જેકલીન ફર્નાન્‍ડિઝના ડ્રેસનું બટન ખુલી જતા સોનમ કપૂરે સ્‍થિતિ સંભાળી લીધીઃ દોસ્‍તી નિભાવી

નવી દિલ્હી: બીટાઉનની હસીનાઓ તેમની ફેશન સેન્સ માટે હંમેશા ચર્ચામાં રહે છે. રેડ કાર્પેટ પર આ એક્ટ્રેસોનો જલવો કંઇક અલગ અંદાજમાં જોવા મળે છે. રેડ કાર્પેટ માટે દરેક એક્ટ્રેસ તેના પ્રિય ડિઝાઇન પાસેથી તેના પસંદના કપડા ડિઝાઇન કરાવે છે. આ આઉટફિટ્સ ઘણા મોંઘા પણ હોય છે. તેના ફિટીંગથી લઇને તેની લંબાઇ સુધી તમામ કાળજીઓ લેવામાં આવે છે. આ તમામ બાબતોનું ધ્યાન રાખ્યા બાદ પણ કેટલીકવાર એક્ટ્રેસ વોર્ડરોબ માલફંક્શનનો શિકાર બને છે અને તેમને ઉપ્સ મુવમેન્ટનો સામનો કરવો પડે છે. આવું જ કંઇક જેક્લીન ફર્નાન્ડીઝ સાથે એક વખત થયું હતું.

એવોર્ડ નાઈટ પર આ બન્યું

જેક્લીન ફર્નાન્ડીઝની સાથે આવી ઉપ્સ મુવમેન્ટ એક એવોર્ડ નાઇટ દરમિયાન થઈ હતી. જ્યારે જેક્લીને તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરવા માટે બ્લેક બોડી ફીટેડ આઉટફિટ પહેર્યું હતું. આ અટાયરમાં ક્યાંક-ક્યાંક ટ્રાન્સી કપડાનો પણ ઉપયોગ થતો હોય છે. એક્ટ્રેસ પણ તેનો ડ્રેસ ઘણો સુંદર લાગી રહ્યો હતો. આ સાથે જ રેડ લિપસ્ટિક અને એક બાજુ ખુલ્લા વાળ રાખ્યા હતા. એક નજરમાં કોઇને પણ જાણ થઇ ન હતી કે, જક્લીનના આઉટફિટમાં કોઈ સમસ્યા આવી છે.

સોનમ કપૂરે બચાવી જેક્લીનની લાજ

આ ઇવેન્ટમાં જેક્લીન ફર્નાન્ડિઝની સારી મિત્ર સોનમ કપૂર આવી હતી. ત્યારે સોનમ કપૂરને જાણ થઈ કે જેક્લીનના ડ્રેસનું બેક બટન ખુલ્લું છે. તો તેણે તાત્કાલીક સ્થિતિને સંભાળી અને સોનમે જેક્લીનના બેક બટનને બંધ કર્યું. આ સાથે જ બંને એક્ટ્રેસે મીડિયા તરફ ફની ફેસ બનાવી ઉપ્સ મુવમેન્ટને સંભાળી લીધી હતી.

લોકોએ પણ સોનમ કપૂરના આ કામની પ્રશંસા કરી હતી. તે જ સમયે, સોનમને આવું કરવાથી જેક્લીન કંફર્ટેબલ અનુભવ કરી શકી. તમને જણાવી દઈએ કે, બંને ખૂબ જ સારા મિત્રો છે અને બંનેમાં ખૂબ જ સારી ફેશન સેન્સ છે.

(5:20 pm IST)