Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

વિકી કૌશલનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ

મુંબઈ: દેશમાં વધી રહેલા કોરોના કેસની અસર હવે મનોરંજન ઉદ્યોગ પર પણ થવા લાગી છે. રોજ બોલીવુડના ઘણા સેલેબ્સ કોરોના વાયરસનો ભોગ બની રહ્યા છે. અભિનેતાએ એક ફોટો શેર કર્યો છે જેમાં તે હસતો જોવા મળી રહ્યો છે. ફોટામાં, વિકી ટી-શર્ટ પહેરીને તેની બાલ્કનીમાં ઉભો જોવા મળી રહ્યો છે. આ ફોટો સાથે અભિનેતાએ કેપ્શનમાં લખ્યું છે કે "નેગેટિવ" છે અને એક સ્મિત પણ બનાવી છે. વિકી કૌશલ તેની આગામી ફિલ્મ સરદાર ઉધમ સિંહમાં જોવા મળશે. જ્યાં તે ક્રાંતિકારીની ભૂમિકા નિભાવી રહ્યો છે. વિકી કૌશલ 'ધ અમર અશ્વત્થામા' અને 'તખ્ત' ફિલ્મોમાં પણ જોવા મળશે અને વિક્કીએ ભૂતપૂર્વ બ્યુટી ક્વીન માનુષી છિલ્લર સાથે એક પ્રોજેક્ટ પણ બનાવ્યો છે.

(5:25 pm IST)