Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

આવતા વર્ષે આવશે પ્રભાસની ફિલ્મ

સાઉથના અનેક એવા સુપરસ્ટાર છે જેના બોલીવૂડમાં પણ અનેક ચાહકો છે. પ્રભાસની નવી ફિલ્મોની તેના ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જેમાં એક ફિલ્મ 'સાલાર' પણ છે. આ ફિલ્મ આવતા વર્ષે એપ્રિલ મહિનામાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં પ્રભાસ ડબલ રોલ નિભાવવાનો છે. બાહુબલીમાં પણ પ્રભાસ આ પ્રકારની બેવડી ભુમિકા નિભાવી ચુકયો છે. સાલારથી ફરી એકવાર તે દર્શકોનું ભરપુર મનોરંજન કરવા તૈયાર છે. પ્રશાંત નિલના નિર્દેશનમાં બની રહેલી સાલારમાં પ્રભાસ સાથે શ્રુતિ હાસન મુખ્ય ભુમિકામાં છે. સાથે રામ્યા કૃષ્ણન પ્રભાસની મોટી બહેનનો રોલ નિભાવી શકે છે. પ્રશાંત નિલ અગાઉ કેજીએફ-૨નું નિર્દેશન કરી ચકુ્યા છે. સાલાર ફિલ્મને હિન્દી, તમિલ અને મલયાલમ ભાષામાં ડબ કરીને રજૂ કરવામાં આવશે. પ્રભાસની પૂજા હેગડે સાથેની ફિલ્મ રાધેશ્યામની પણ દર્શકો રાહ જોઇ રહ્યા છે. જેમાં તે રોમાન્ટીક રોલ નિભાવી રહ્યો છે. આ ઉપરાંત આદિપુરૂષમાં તે ભગવાન રામનું પાત્ર ભજવી રહ્યો છે. રેમ્બોની હિન્દી રિમેક પણ હવે તે કરવાનો છે. 

(10:15 am IST)