Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

શાહરૂખ ખાનના બંગલામાં રહેવા જવુ હોય તો ઍક રાત માટે ૨ લાખથી વધુ રકમ ચૂકવવી પડશે

મુંબઇઃ બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનના ઘરમાં જો તમે રહેવાનું વિચારી રહ્યા છો તો અમે તમને જણાવી દઇએ કે તમારું સપનું પુરૂ કરવાની રીત. જોકે આ ઇચ્છાને પુરી કરવા માટે તમારે એક રાતના બે લાખથી વધુ રૂપિયા ભેગા કરવા પડશે.

શાહરૂખના ઘરમાં રહેવાની તક

બોલીવુડ એક્ટર શાહરૂખ ખાન ઇંડસ્ટ્રીના સૌથી અમીર એક્સપર્ટની લિસ્ટમાં આવે છે. દેશને લઇને વિદેશ સુધી તેમની પ્રોપર્ટી છે. મુંબઇમાં હાજર તેમના આલીશન ઘર મન્નતને તો મુંબઇ ફરનાર દરેક વ્યક્તિ જોવા માંગે છે. પરંતુ જો અમે તમને કહીએ કે તમે શાહરૂખના ઘરમાં રહી શકો છો પરંતુ તમારે એક રાત માટે બે લાખથી વધુ રકમ ચૂકવવી પડશે, તો શું તમે વિશ્વા કરશો?

શાહરૂખનો લોસ એંજિલિસમાં ઘર

શાહરૂખએ ફક્ત દેશમાં જ નહી. વિદેશોમાં પણ ખરીદ્યા છે. શાહરૂખનું લંડન અને દુબઇ ઉપરાંત અમેરિકાના લોસ એંજિલસમાં પણ એક ઘર છે. અહીં તે પોતાના પરિવારસ આથે દર વર્ષે રજાઓ માણે છે. આવો અમે બતાવીએ શાહરૂખ ખાનના અમેરિકાવાળા ઘરની એક ઝલક.

દર વર્ષે રજાઓ માણવા આવે છે અહીં

શાહરૂખનું આ ઘર લોસ એંજિલેસમાં છે. કોરોના વાયરસના લીધે આ વર્ષે ઉનાળાની રજાઓમાં શાહરૂખ અહીં આવી શક્યા નથી. તમને જણાવી દઇએ કે અહીં કિંગ ખાન સાથે સાથે પ્રિયંકા-નિક અને પ્રીતિ જિંટા-જેન ગુડઇનફ અને સની લિયોનીનું ઘર પણ છે.

બાળકો માટે બનાવ્યા છે અલગ રૂમ

શાહરૂખના આ બંગલામાં છ મોટા-મોટા બેડરૂમ છે. અહીં એક્ટર પોતાના બાળકો સુહાના, અબરામ અને આર્યન ખાન માટે અલગ-અલગ રૂમ બનાવ્યા છે. શાહરૂખનો આ બંગલો કોઇ લક્ઝરી રિસોર્ટની કમ નથી. અહીં ચારેય બાજુ હરિયાળી અને વચ્ચે મહેલ જેવો બંગલો. આ ઉપરંત આ ઘરમાં એક મોટો સ્વીમિંગ પૂલ પણ છે.

એક રાતનું ભાડુ

શાહરૂખનો આ સુંદર બંગલો રોડિયો ડ્રાઇવ, વેસ્ટ હોલીવુડ અને સેંટા મોનિકાથી ફક્ત ફક્ત 5 મિનિટના અંતરે છે. તમને જણાવી દઇએ કે કિંગ ખાનનો આ બંગલો લોકો માટે ભાડે પણ ઉપલબ્ધ છે. જેનું એક રાતનું ભાડુ 2,35,521 રૂપિયા છે.

ઘરના નિયમ

તમને જણાવી દઇએ શાહરૂખના આ ઘરમાં જો તમે રહેવા માંગો છો તો કેટલાક નિયમોનું પણ પાલન કરવું પડહે. આ ઘરમાં સ્મોકિંગ પર મનાઇ છે. તમે કોઇ પાલતૂ જાનવર લઇને આવી શકશો નહી. એટલું જ નહી શાહરૂખના ઘરમાં પાર્ટી કરવાની પણ પાબંધી છે. આ ઉપરાંત તમારે અહીં ઓછામાં ઓછા પાંચ દિવસ રોકાવવું પડશે.

શાનદાર છે ઇંટીરિયર

આ બંગલાનો લિવિંગ એરિયા પણ ખૂબ શાનદાર છે. તેમાં મોટા મોટા સોફા અને દીવાલો પર શાનદાર પડદા લગાવવામાં આવ્યા છે. ઘરની સજાવટમાં કિંમતી વસ્તુઓનો ઉપયોગ થયો છે.

(5:22 pm IST)