Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

તાપસી પન્‍નુની ફિલ્‍મ ‘ધક ધક'નું પોસ્‍ટર રિલીઝઃ લેડીઝનો બુલેટ અંદાજ

આ ફિલ્‍મમાં ફાતિમા સના શેખ, દિયા મિર્ઝા, સંજના સાંધી અને રત્‍ના પાઠક શાહ મહત્‍વની ભૂમિકામાં જોવા મળશે

મુંબઈ,તા.૧૭: તાપસી પન્નુ પ્રોડક્‍શન હાઉસ આઉટરાઇડર્સ ફિલ્‍મ્‍સના બેનર હેઠળ ‘ધક ધક' ફિલ્‍મનું નિર્માણ કરી રહી છે, જેનો ફર્સ્‍ટ લૂક અભિનેત્રીએ બહાર પાડ્‍યો છે. આ ફિલ્‍મમાં ફાતિમા સના શેખ, દિયા મિર્ઝા, સંજના સાંઘી અને રત્‍ના પાઠક શાહ મહત્‍વની ભૂમિકામાં જોવા મળશે.તેમાં ચારેય અભિનેત્રીઓ બાઇક પર બેઠેલી જોવા મળી રહી છે.

પોસ્‍ટરમાં ચારેય ખૂબ જ ખુશ અને આત્‍મવિશ્વાસુ દેખાઈ રહ્યા છે. ચાહકો માટે ફિલ્‍મનો ફર્સ્‍ટ લૂક કોઈ સરપ્રાઈઝથી ઓછો નથી. કારણ કે ચારેય અભિનેત્રીઓ અલગ-અલગ બાઇક પર સવારી કરતી જોવા મળે છે. ફિલ્‍મના ફર્સ્‍ટ લૂકની સાથે તાપસી પન્નુએ ડિરેક્‍ટર તરુણ દુડેજા અને લેખક પારિજાત જોશી સાથેની તસવીરો પણ શેર કરી છે.

ફર્સ્‍ટ લૂક પોસ્‍ટર શેર કરતાં તાપસી પન્નુએ લખ્‍યું કે, ‘ધક ધક' સાથે લાઈફટાઇમની રાઈડમાં જોડાઓ કારણ કે પોતાની શોધમાં ચાર મહિલાઓ વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ પાસ પર સવારી કરવા માટે સમાન રોમાંચક પ્રવાસ પર જઈ રહી છે. તાપસીની આ પોસ્‍ટ પર ડાયરેક્‍ટર અનુભવ સિન્‍હાએ પણ કોમેન્‍ટ કરી છે, તેણે લખ્‍યું કે, ઝિંદાબાદ. દિયા મિર્ઝાએ પણ આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને પોતાનો ઉત્‍સાહ વ્‍યક્‍ત કર્યો છે.

ફર્સ્‍ટ લુક શેર કરતાં અભિનેત્રીએ કેપ્‍શનમાં લખ્‍યું, ‘આ નવી જર્ની માટે ખૂબ જ ઉત્‍સાહિત. તેણે લખ્‍યું કે મહિનાઓની તૈયારી બાદ આખરે આ ક્રેઝી રાઈડ તમારી સાથે શેર કરવા માટે હું ખૂબ જ ઉત્‍સાહિત છું. તમારા માટે અમારું આગલું, સુંદર, હાસ્‍ય અને ઉત્તેજનાથી ભરપૂર લઈને આવ્‍યા છીએ.' ફોટામાં ચારેય અલગ-અલગ લુકમાં જોવા મળી રહ્યા છે. રત્‍ના પાઠકે સલવાર-સૂટ પહેર્યો છે. સંજના સાંઘી ડેનિમ પહેરેલી જોવા મળી રહી છે. બીજી તરફ દિયા મિર્ઝાએ સલવાર-સૂટ અને હિજાબ પહેર્યા છે. ફાતિમા સના શેખ ટોપ અને શોર્ટ્‍સ પહેરેલી જોવા મળી રહી છે.

(10:04 am IST)