Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

હવે તારક મહેતા..માં જોવા મળશે રાકેશ બેદી : બોસની ભૂમિકા ભજવશે

શુટીંગ પણ શરૂ કરી દીધું

 મુંબઇ,તા.૧૭ : સબ ટીવીનો સુપરહિટ શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' હાલ સતત ચર્ચામાં છે. કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉન બાદથી જ આ ટીવી શોની સ્ટારકાસ્ટમાં ખુબ ફેરફાર જોવા મળી રહ્યાં છે. પહેલા તો સીરિયલના અંજલી ભાભી (નેહા મહેતા) અને મિસ્ટર સોઢી (ગુરુચરણ સિંહ)એ અલવિદા કહી. ત્યારબાદ હવે શોમાં એક નવા પાત્રની એન્ટ્રી થવા જઈ રહી છે. રિપોર્ટનું માનીએ તો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રાકેશ બેદીની ધમાકેદાર એન્ટ્રી જવા જઈ રહી છે.

રાકેશ બેદી સીરિયલ 'ભાભાજી ઘર પર હૈ'માં જોવા મળ્યાં છે. આ શોમાં રાકેશ બેદી અંગૂરીભાભીના પિતા ભૂરેલાલની ભૂમિકામાં જોવા મળે છે. સીરિયલમાં રાકેશ બેદીની ભૂમિકાને ખુબ  જ પસંદ કરવામાં આવી છે. ્રૂટીવીના આ શોમાં પોતાની છાપ છોડી જવા બદલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રાકેશ બેદી જબરદસ્ત ભૂમિકામાં જોવા મળશે.

રાકેશ બેદી સીરિયલ'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં તારક મહેતાના બોસની ભૂમિકા ભજવતા જોવા મળશે. આ અગાઉ આ રોલ ટીવી એકટર સાહિલ લોઢા ભજવતા હતાં. તારક મહેતા હંમેશા પોતાના બોસથી ગભરાય છે. આવામાં રાકેશ બેદીની આ ભૂમિકા લોકોને ખુબ પસંદ પડશે.

સીરિયલ 'તારકમહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પોતાની ભૂમિકા વિશે જણાવતા રાકેશ બેદીએ કહ્યું કે આ એક મજેદાર પાત્ર છે. ૧૨ વર્ષ પહેલા પણ મને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં કામ કરવા માટે ઓફર મળી હતી. તે વખતે વાત ન બની પરંતુ હવે કોરોના લોકડાઉન  બાદ જયારે શૂટિંગ ફરી શરૂ થયું તો મેકર્સે આ રોલ માટે મને એપ્રોચ કર્યો.

રાકેશ બેદીએ વધુમાં કહ્યું કે મારું પાત્ર હંમેશા જ સિરિયલ તારક મહેતાના ઉલ્ટા ચશ્માનો ભાગ રહ્યું છે. આવામાં મને આ ભૂમિકા ભજવવામાં વધુ મુશ્કેલી નહીં પડે. નોંધનીય છે કે સબ ટીવીની સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને દર્શકોનો ભરપૂર પ્રેમ મળે છે. આ જ કારણે આ શો ટીઆરપીએમાં ટોપ ૫માં છવાયેલો રહે છે. (૨૫.૨૭)

(12:55 pm IST)