Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

આસામ સરકાર સ્થાનિક સિનેમા હોલ ખોલવા માટે પુરી પાડશે સબસિડી

મુંબઈ: આસામના મનોરંજન ઉદ્યોગને મદદ કરવા મુખ્યમંત્રી સરબાનંદસ સોનોવાલે  નવા સિનેમા હોલ્સ સ્થાપવા અને બંધ અથવા જૂના મકાનો ફરીથી ખોલવા અથવા નવીનીકરણ કરવા માટે  સબસિડીના ચેક રજૂ કર્યા હતા. આસામ સ્ટેટ ફિલ્મ (ફાઇનાન્સ અને ડેવલપમેન્ટ) કોર્પોરેશન લિમિટેડ દ્વારા લાગુ કરાયેલી તેની પ્રથમ પ્રકારની યોજનામાં, મુખ્યમંત્રીશ્રી દ્વારા સરકારી સબસિડી ચેક પાંચ ઉદ્યોગસાહસિકોને આપવામાં આવ્યા હતા.નવા સિનેમા હોલ માટે સરકાર 25 ટકા અથવા 75 લાખ રૂપિયા સુધીની સબસિડી સહન કરશે, સિનેમા હોલોના નવીનીકરણ માટે 25 લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવશે અને સિનેમાના જુના હોલો ખોલવા માટે સબસિડી 50 રૂપિયા આપવામાં આવશે. સરકારે યોજના અંતર્ગત 40 ટકા સબસિડી જાહેર કરી છે. સોનોવાલે કહ્યું કે સરકારે અન્ય ભાષાઓની ફિલ્મોની સાથે આસામી સિનેમાને પ્રોત્સાહન આપવાની યોજનાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે યોજના મનોરંજન ક્ષેત્રને રાજ્યના સંભવિત ઉદ્યોગમાં ફેરવવામાં પણ મદદ કરશે.

(5:02 pm IST)
  • કોરોના વાઇરસથી સંક્રમિત બીજેપી સાંસદ અશોક ગાસતિનું નિધન : હજુ બે મહિના પહેલા રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા : ગઈકાલ બુધવારે તિરુપત્તીના લોકસભાના સાંસદ બલ્લી દુર્ગાપ્રસાદ રાવનું કોરોના વાઇરસને કારણે અવસાનથયું : આજ ગુરુવારે બીજા સાંસદનો કોરોના વાયરસે ભોગ લીધો : 2 દિવસમાં 2 સાંસદની ચિર વિદાય access_time 6:23 pm IST

  • દેશમાં કોરોનાનો વધતો કહેર :રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 96,782 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 52,12,676 થઇ : એક્ટિવ કેસ 10.17,708 થયા : વધુ 87,778 દર્દીઓ સ્વસ્થ થતા 41,09,928 રિકવર થયા : વધુ 1175 લોકોના મોત : મૃત્યુઆંક 84,404 થયો access_time 12:47 am IST

  • શું રેંટિયો કાંતવાથી અંગ્રેજો ભાગી જવાના હતાં ? : થાળી વગાડવાથી કોરોના ભાગી ન જાય તેવું કહેનારા લોકોને ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદીનો વેધક સવાલ : જે રીતે ગાંધીજીએ આઝાદીના પ્રતીક તરીકે ચરખાને સ્થાન આપ્યું હતું તે રીતે મોદીજીએ સામાજિક ચેતના જાગૃત કરાવવા થાળી વેલણ વગાડવાનું કહ્યું હતું : પાર્લામેન્ટમાં સામસામી આક્ષેપબાજી access_time 11:10 am IST