Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

સન્નીની જોડી રાધીકા સાથેઃ આવતા મહિને રિલીઝ થશે ફિલ્મ

વિક્કી કોૈશલના ભાઇ સની કોૈશલની વધુ એક ફિલ્મ આવી રહી છે. વર્ષ ૨૦૧૧માં માય ફ્રેન્ડ પિન્ટોમાં કામ કર્યુ એ પછી તેને ગુંડે, લવ એટ ફર્સ્ટ સાઇટ, ગોલ્ડ, ભાંગરા પાલે સહિતની ફિલ્મો મળી હતી. તેની હુડદંગ અને સિદ્દત નામની ફિલ્મો તૈયાર છે. જે પૈકીની સિદ્દત આવતા મહિને પહેલી ઓકટોબરના રોજ ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થશે. આ ફિલ્મમાં તેની સાથે રાધીકા મદાન અને ડાયેના પેન્ટી છે. મોહિત રૈનાનો પણ ખાસ રોલ છે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૧૯માં શરૂ કરવામાં આવ્યું હતું. મોહિત અને ડાયનાની જોડી છે, જ્યારે સનીની સાથે રાધિકાની જોડી છે. રોમાન્ટીક ફિલ્મના નિર્માતા દિનેશ વિજને કહ્યું હતું કે આ ફિલ્મ ફકત એક લવ સ્ટોરી નથી પરંતુ પ્રેમ માટે લોકો કેટલી હદ સુધી જાય એ વિશે છે. સામાન્ય વ્યકિત જ તે વસ્તુ કરવાનું વિચારી પણ ન શકે એવું તે પ્રેમમાં કરી બેસે છે અને એ કરવા માટે તમારું દિલ જે કહે છે એ 'શિદ્દત' છે.

(9:54 am IST)