Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

આ શોમાંકામ કરવું એ ગોૈરવની વાતઃ રેણુકા

અભિનેત્રી રેણુકા શહાણે હવે શોના સંચાલક તરીકે આવી છે. ક્રાઇમ પેટ્રોલ સર્તક શોને અસંખ્ય ચાહકો પસંદ કરી રહ્યા છે. આ શોમાં વર્ષો સુધી સંચાલનનું કામ અનુપ સોનીએ સંભાળ્યું હતું. હવે રેણુકા શહાણે 'ક્રાઇમ પેટ્રોલ સતર્ક-ગુમરાહ બચપન'ને હોસ્ટ કરતી જોવા મળી છે. ટીનેજરની લાઇફમાં કેવી રીતે મુશ્કેલીઓ આવે છે અને એ ક્રાઇમ વિશે રેણુકા શહાણે પ્રકાશ પાડતી જોવા મળશે. ૧૩ સપ્ટેમ્બરથી ઓનએર થયેલા આ શો દ્વારા માતા-પિતા વાલીઓને શીખવવામાં આવશે કે તેમના બાળક પરજ્યારે મુસબીત તોળાઈ રહી હોય ત્યારે કેવી રીતે કેટલીક સાઇન આવે છે એના પર નજર કરવી અને કેવી રીતે એ પરિસ્થિતિને સંભાળવી. રેણુકાએ કહ્યું હતું કે મારા માટે ગર્વની વાત છે કે મને ક્રાઇમ પૅટ્રોલ સતર્ક ગુમરાહ બચપન' જેવા શોમાં કામ કરવાની તક મળી. એક એકટર અને બે બાળકોની મમ્મી તરીકે હું લોકોને એ જ સમજાવવાની કોશિશ કરીશ કે એક ટીનેજરના દિમાગમાં શું ચાલતું હોય એ આપણે કેવી રીતે સમજી શકીએ.

(9:54 am IST)