Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

દીપિકા અને રણવીરના અલીબાગના બંગલોની કિંમત છે ૨૨ કરોડ રૂપિયા

આ ઘર રણવીરની ફર્મ આરએસ વર્લ્ડવાઇડ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને દીપિકાની કેએ એન્ટપ્રાઇઝિસ હેઠળ ખરીદવામાં આવ્યો છે

મુંબઇ, તા.૧૭: રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના અલીબાગના બંગલોની કિંમત ૨૨ કરોડ રૂપિયા હોવાની ચર્ચા ચાલી રહી છે. તેઓ હાલમાં જ અલીબાગ ગયાં હતાં. તેઓ તેમના સેકન્ડ હોમ માટે શોધ કરી રહ્યાં હતાં. આ માટે તેમણે એક બંગલો પણ ફાઇનલ કરી લીધો છે. આ બંગલોની કિંમત ૨૨ કરોડ રૂપિયા હોવાની ચર્ચા છે. તેમ જ તેમણે સ્ટેમ્પ ડ્યુટી માટે ૧.૩૨ કરોડ રૂપિયા પણ ચૂકવ્યા છે. આ બંગલો અલીબાગના મેપગાઉમાં ૯ હજાર સ્કવેર મીટર્સમાં ફેલાયેલો છે જેમાં પાંચ બેડરૂમ છે. આ દ્યર રણવીરની ફર્મ આરએસ વર્લ્ડવાઇડ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને દીપિકાની કેએ એન્ટપ્રાઇઝિસ હેઠળ ખરીદવામાં આવ્યો છે.

(9:55 am IST)