Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

'તારક મહેતા'માં ૧૪ વર્ષ બાદ પોપટલાલની ઈચ્છા થશે પુરી!

મિસિસ પોપટલાલની શોમાં થશે એન્ટ્રી

મુંબઇ, તા.૧૭:ટીવીના પોપ્યુલર સિટકોમ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના પ્રોડ્યુસરે હાલના જ એપિસોડમાં નવા તારક મહેતા ઉર્ફ સચિન શ્રોફની એન્ટ્રી કરાવી. હાલમાં ફેન્સ પોતાના જુના તારક મહેતા એટલે કે શૈલેશ લોઢાને શોમાં મિસ કરી રહ્યા છે. હવે શોના મેકર્સે મિસિસ પોપટલાલના આવવાની જાહેરાત કરી છે.
આ વાતને ખુદ પોપટલાલ ઉર્ફ શ્યામ પાઠકે કન્ફર્મ કર્યું છે. ફેન્સ પણ ઘણા સમયથી મિસિસ પોપટલાલના શોમાં આવવાની રાહ જોઈ રહ્યા હતા. હવે તેમની આ ઈચ્છા પુરી થવા જઈ રહી છે.
શોમાં શ્યામ પાઠક પોપટલાલની ભૂમિકા નિભાવી રહ્યા છે. હાલમાં જ શ્યામ પાઠકે મિસિસ પોપટલાલના આવવાના ન્યૂઝને મીડિયામાં કન્ફર્મ કર્યા છે. પોપટલાલ ઘણા સમયથી પોતાની લાઈફ પાર્ટનરના આવવાની રાહ જોઈ રહ્યા છે જ્યારથી શોની શરૂઆત થઈ હતી.  
હવે ૧૪ વર્ષ બાદ પોપટલાલની ઈચ્છા પુરી થશે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પોપટલાલ ઉર્ફ શ્યામ પાઠક મિસિસ પોપટલાલના શોમાં આવવા પર રિએકશન આપી રહ્યા છે.
શ્યામ પાઠકનું કહેવું છે કે મિસિસ પોપટલાલ જલ્દી જ ગોકુલધામ સોસાયટીમાં આવવાની છે. હવે પોપટલાલ ક્યારેય પણ એકલુ મહેસુસ નહીં કરે. શ્યામ પાઠકે કહ્યું કે નવા નવા કેરેકટર આવવાના છે. તો તેમાં સૌથી મહત્વનું છે મિસિસ પોપટલાલ.
શ્યામ પાઠકે કહ્યું કે જેવી રીતે અમે તમને હસાવતા હતા બિલકુલ એવી જ રીતે એન્ટરટેઈન કરીશુ અને સ્ટોરીને આગળ વધારીશું. શોમાં હવે પોપટલાલ એકલો નહીં દેખાય. જણાવી દઈએ કે અમુક દિવસ પહેલા જ સચિન શ્રોફ તારક મહેતાના રોલમાં આવવાનું શરૂ થયા છે.

 

(4:02 pm IST)