Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

મહિલા પ્રધાન ફિલ્મ કરવા માટે રાહમાં છે વાણી

દિલ્હીમાં જન્મેલી અને ઓછી ફિલ્મો કરીને પણ ખુબ જાણીતી અને દર્શકોમાં લોકપ્રિય બની ગયેલી અભિનેત્રી વાણી કપૂરે બોલીવૂડમાં ૨૦૧૩માં આવેલી શુધ્ધ દેશી રોમાન્સ ફિલ્મથી કારકિર્દી શરૂ કરી છે. એ પછી તેણે તમિલ ફિલ્મ પણ કરી હતી. બેફિક્રે, વોર જેવી ફિલ્મોમાં મહત્વની નોંધપાત્ર ભુમિકા ભજવી ચુકેલી વાણીની ત્રણ ફિલ્મો શમશેરા, બેલ બોટમ, ચંદીગઢ કરે આશિકી પણ આવી રહી છે. બેલબોટમમાં તે અક્ષય કુમાર સાથે, શમસેરામાં રણબીર કપૂર સાથે અને ચંડીગઢ કરે આશિકીમાં આયુષ્યમાન ખુરાના સાથે ભુમિકા ભજવી રહી છે. વાણી કહે છે આ તમામ ફિલ્મો હીરોપ્રધાન છે. પણ મારી ઇચ્છા હવે એક મહિલાપ્રધાન ફિલ્મમાં કામ કરવાની છે. જો કે હું નસિબદાર છું કે મને શુધ્ધ દેશી રોમાન્સ, બેફિક્રે અને વોરમાં મહત્વની ભુમિકાઓ મારી નાનકડી કારકિર્દીમાં મળી ચુકી છે. હવે મહિલાપ્રધાન ફિલ્મોને પણ ખુબ પસંદ કરવામાં આવે છે. જેથી હું આવુ કામ કરવા તત્પર છું.

(10:08 am IST)