Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

એકશન ઝોન માટે રણબીરની ભરપુર મહેનત

રણબીર કપૂરે કારકિર્દીમાં જે કામ કર્યુ જ નથી તે કરવા જબરદસ્ત તૈયારી કરી રહ્યો છે. તે જીમમાં કલાકો સુધી કસરતો કરી પરસેવો વહાવી બોડી બનાવી રહ્યો છે. બ્રહ્માસ્ત્ર અને શમસેરા ફિલ્મમાં તે જબરી એકશન કરતો જોવા મળવાનો છે. રણબીર પોતે સોશિયલ મિડીયા પર નથી. પરંતુ આમ છતાં કરોડો ચાહકો તેની તસ્વીરો પોસ્ટ કરતાં રહે છે. રણબીરે કારકિર્દીમાં જે ભુમિકાઓ ભજવી છે તેના થકી પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી દીધી છે. પરંતુ અત્યાર સુધી તે કદી એકશન ઝોનમાં આવ્યો નહોતો. હવે તેની બબ્બે ફિલ્મો બ્રહ્માસ્ત્ર અને શમસેરા તેને આ ઝોનમાં લઇ જશે. આ ફિલ્મોમાં ચાહકો રણબીરને જબરદસ્ત એકશન કરતો નિહાળી શકશે. તાજેતરમાં એક તસ્વીર વાયરલ થઇ હતી. જેમાં રણબીર જીમમાં વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છે. સાથે ટ્રેનર પણ છે. તે ભારેખમ ડમ્બેલ્સ ઉઠાવતો દેખાઇ રહ્યો છે. અયાન મુખર્જીના નિર્દેશનમાં બની રહેલી બ્રહ્માસ્ત્ર અને બીજી શમસેરા માટે રણબીરે પોતાના લૂક અનુસાર બોડી બનાવ્યું છે. ચાહકો તેની આ ફિલ્મોની સતત રાહમાં છે.

(10:09 am IST)