Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

હરભજનસિંહની બાયોપિક ફિલ્‍મમાં તેની ભૂમિકા રણવીરસિંહ ભજવશેઃ કિયારા અડવાણી પત્‍નીની ભૂમિકામાં જોવા મળે તેવી શક્‍યતા

અમદાવાદઃ એક વાતચીતમાં હરભજને કહ્યું કે પર્દા પર રણવીર તેમની ભૂમિકામાં રોલ ભજવતો સારો લાગશે. આની સાથે હરભજને પણ જણાવ્યું કે, તેમની પત્ની ગીતા બસરાની ભૂમિકા  કિયારા અડવાણી ભજવી શકે છે.

જ્યાં હરભજને રણવીરનું નામ લીધું ત્યાં તેમની પત્ની ગીતા બસરાએ કહ્યું કે અભિનેતા વિક્કી કૌશલ તેમના પતિની Biopic માટે પરફેક્ટ રહશે. તેમને પોતાની ભૂમિકા અંગે જણાવ્યું કે પ્રિયંકા ચોપરા તેમની ભૂમિકા નિભાવી શકે છે. કિયારામાં મને મારા જેવું કશું દેખાતું નથી.

આ વચ્ચે હરભજન સિંહ અને ગીતા બસરાએ તેમની પ્રેમ કહાની અંગે વાત કરી હતી. ગીતાએ જણાવ્યું કે હરભજને તેનો પીછો કર્યો અને ત્યાં સુધી કે તેના માટે મેચની VVIP ટિકિટ પણ મોકલી હતી. હરભજનને ગીતા સાથે ડેટ પર જવા માટે સમય લાગ્યો હતો પરંતુ ગીતા બસરા એક વખત હરભજન માટે તૈયાર થઈ ગયા પછી તે પાછા પડ્યા નથી.

(4:55 pm IST)