Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

જલ્દી સેટ પર પાછા ફરવા ઇચ્છે છે ઇલિયાના ડિક્રુઝ

ઇલિયાના ડીક્રુઝે સાઉથની ફિલ્મોમાં ભરપુર કામ કરી ઓળખ ઉભી કર્યા પછી બોલીવૂડમાં પણ મોટી સંખ્યામાં ચાહકો બનાવી લીધા છે. તેણે અહિ અજય દેવગણ સાથે ત્રણ ફિમલો કરી છે. હવે ચોથી ફિલ્મ પણ સાઇન કરી છે. જો કે મહામારીને કારણે કામ હાલમાં શરૂ થઇ શકે તેમ નથી. ઇલિયાના કહે છે મહામારીની મારા અંગત અને વ્યાવસાયિક જીવન પર ખુબ અસર પડી છે. ગયા વર્ષે પણ હું મારા પરિવારજનોથી ખુબ દુર હતી. એ વખતે ખુબ નજીકના સ્વજનને પણ ગુમાવ્યા હતાં. તેના કારણે ખુબ દુઃખી થઇ ગઇ હતી. મારા પર ઘણી ખરાબ અસર પડી, કેમ કે હું બધાથી બહુ દુર હતી. ઇલિયાના કહે છે આ સમયમાં કામ વગર બેઠા રહેવાને લીધે પણ ખુબ નિરાશા વ્યાપી છે. હું ઇચ્છુ છું કે હવે જલ્દી બધા સેટ પર પાછા વળે. હવે હું સતત પડકારભર્યા કામ વધુ કરવા ઇચ્છુ છું. ચોત્રીસ વર્ષની ઇલિયાના છેલ્લે અભિષેક બચ્ચનની ધ બિગ બૂલમાં જોવા મળી હતી. તેની રણદીપ હુડા સાથેની અનફેર એન્ડ લવલી પણ આવી રહી છે.

(10:24 am IST)