Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

ઓટીટીની ગુણવત્તા ઘટી રહ્યાનો અણસાર આપ્યો નવાજુદ્દિને

કોરોના કાળમાં લોકોએ સોૈથી વધુ મનોરંજન ઓટીટી-ડિજીટલ પ્લેટફોર્મ પર  માણ્યું છે. લોકડાઉનના કાળમાં ઓટીટી એક માત્ર રસ્તો હતો. આ કારણે સતત અહિ નીતનવું મનોરંજન પીરસાતું રહે છે. આ કારણે ઓટીટીની માંગણી વધી છે. એમાં પણ અભિનેતા નવાજુદ્દિન સિદ્દીકીની સેક્રેડ ગેમ્સ પછી ભારતમાં ઓટીટીના દ્વાર વધુ ઉઘડ્યા છે. નવાજુદ્દિન તાજેતરમાં એક મ્યુઝિક વિડીયોમાં જોવામ ળ્યો હતો.  હાલમાં ઓટીટીનું ચલણ ખુબ વધ્યું છે એ બાબતે નવાજુદ્દિને કહ્યું હતું કે હાલમાં આ ઘણું બધુ થઇ રહ્યું છે, પણ આગળ જતાં ફિલ્મો અને વેબ એમ બંને માધ્યમ એક સરખા થઇ જશે. તેણે એમ પણ કહ્યું હતું કે સ્ટ્રીમીંગ પ્લેટફોર્મની ગુણવત્તામાં જો કે ઘટાડો આવવા માંડ્યો છે. કવોલીટી ખુબ ખરાબ રીતે ડેમેજ થઇ છે. ઓટીટીના દર્શકો સારુ જોવા માંગે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયમાં નગ્નતા, ગંદી ભાષાનો ભરપુર ઉપયોગ થઇ રહ્યો છે. અમુક ફિલ્મો અને શોમાં ગંદવાડ પીરસાય છે.

(10:26 am IST)