Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

'તાંડવ'ની સેકન્ડ સીઝનનું કામ પણ શરૂ થઇ ગયું

આ વર્ષના અંત સુધી લાવવામાં આવશે પ્લેટફોર્મ પર

મુંબઇ તા. ૧૮ : સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા, સુનીલ ગ્રોવર, ગૌહર ખાન જેવા એકટરો સાથેની એમેઝોન પ્રાઇમની વેબ-સિરીઝ 'તાંડવ'ની સેકન્ડ સીઝનનું કામ શરૂ થયું છે. આ સીઝનનું કામ કરતી વખતે બે વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે; એક તો કોઈ પ્રકારે એમાં નવેસરથી વિવાદ ન થવો જોઈએ અને બીજી વાત, સૈફ અલી ખાન અને મોહમ્મદ ઐયુબ વચ્ચે મેકિસમમ ટશન ઊભી થતી હોય. સેકન્ડ સીઝનની આ હાઇલાઇટ હશે.

એક તબક્કે એવી વાતો ઊડી હતી કે 'તાંડવ'નો વિવાદ થતાં એમેઝોને સેકન્ડ સીઝન માટે પ્રોડ્યુસરને ના પાડી દીધી છે, પણ એ બિલકુલ અફવા હતી. સેકન્ડ સીઝનની સ્ક્રિપ્ટ પણ ઓલરેડી ફાઇનલ કરી લેવામાં આવી છે અને એકટરની ડેટ્સ પણ લઈને હવે શૂટ શરૂ કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. 'તાંડવ'ની સેકન્ડ સીઝન આ જ વર્ષે રિલીઝ થશે.

(10:26 am IST)