Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

વિદ્યા બાલન ફરી દર્શકોને કરાવશે જલ્સો : ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે 'શેરની'

'શેરની' ફિલ્મનો જબરદસ્ત ફર્સ્ટ લુક થયો રિલીઝ : વિદ્યા બાલને પોતાના ઇસ્ટાગ્રામ પર પોસ્ટ મુકીને દર્શકોને આપ્યા સારા સમાચાર

મુંબઇ તા. ૧૮ : વિદ્યા બાલને પોતાના ઈસ્ટાગ્રામ પર પોસ્ટ મુકીને દર્શકોને આપ્યાં સારા સમાચાર. વિદ્યા બાલનની ફિલ્મ શેરનીની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. ત્યારે શેરની ફિલ્મનો જબરદસ્ત ફર્સ્ટ લુક રિલીઝ થઈ ચૂકયો છે. વિદ્યા બાલને ઈસ્ટાગ્રામ પર તેનો ફોટો શેયર કર્યો છે. જેમાં તેનો ફસ્ટ લૂક દમદાર લાગી રહ્યો છે. કોરોનાને કારણે આ ફિલ્મ હવે સિનેમાઘરોને બદલે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી રહી છે.

આ પહેલાં વિદ્યા બલા શકુંતલા દેવી ફિલ્મથી ડિજિટલ પ્લેટફોર્મ પર કદમ રાખી ચુકી છે. શકુંતલા દેવી રિલીઝ થયાના એક વર્ષ પૂરૂ થવા જઈ રહ્યું છે. હવે વિદ્યાની ફિલ્મ શેરની અમેઝોન પ્રાઇમ પર રીલિઝ થવા જઈ રહી છે. ફિલ્મનો અભિનેત્રીનો પહેલો લુક શેર કરવામાં આવ્યો છે. સાથે જ કહ્યું છે કે આ ફિલ્મ કયારે રીલીઝ થવા જઈ રહી છે. વિદ્યા બાલને તેમનું પહેલું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. પોસ્ટર શેર કરતી વખતે તેમણે લખ્યું – દુનિયામાં નિડરતા સાથે પગલું ભરવું. મારી નવીનતમ ફિલ્મ શેરનીની ઘોષણા કરવામાં ખુશી થઈ રહી છે. શેરનીને મળો જુનમાં. વિદ્યાની આ પોસ્ટને હજારો લોકો પસંદ કરી ચુકયા છે.

બોલિવૂડના ઘણા સેલેબ્સે વિદ્યાની પોસ્ટ પર કમેન્ટ કરીને વિદ્યાને અભિનંદન પાઠવ્યા છે. વિદ્યાના એક ચાહકે કમેન્ટ કરી – અભિનંદન વિદ્યાને. તે જ સમયે, બીજા યુઝરે લખ્યું – તમને જોવા માટે રાહ નથી જોવાતી. શેરનીમાં વિદ્યા બાલન વન અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. વિદ્યાએ થોડા સમય પહેલા શેરનીનું ફરી શૂટિંગ શરૂ કરવા અંગેની માહિતી આપી હતી. તેમણે પોસ્ટ શેર કરીને આ અંગેની માહિતી આપી હતી. ફિલ્મનું શૂટિંગ મધ્યપ્રદેશમાં થયું છે.વિદ્યાએ એક ઇન્ટરવ્યુમાં શેરની વિશે વાત કરતી વખતે કહ્યું હતું કે – 'શકુંતલા દેવી' જુલાઈમાં રિલીઝ થઈ હતી, પરંતુ રોગચાળાને કારણે મારી આગામી ફિલ્મ 'શેરની'ની રિલીઝ તારીખ વિશે મને કોઈ માહિતી નથી. મને એ પણ ખબર નથી કે તે થિયેટરોમાં રિલીઝ થશે અથવા ઓટીટી પ્લેટફોર્મ પર. પરંતુ થોડા મહિના પછી, ફિલ્મ ચોક્કસપણે રજૂ થશે. વિદ્યા બાલનની ફિલ્મ શેરની થોડા સમય પહેલા હેડ લાઇન્સનો એક ભાગ બની હતી. આ ફિલ્મમાં વિદ્યાની સાથે વિજય રાજ   પણ જોવા મળવાના હતા, પરંતુ તેમને આ ફિલ્મમાંથી બાહર કરી દેવામાં આવ્યા છે. વિજય પર આ ફિલ્મ સાથે જોડાયેલી એક મહિલાએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. વિજયનું નામ જાતીય સતામણીના કેસમાં જોડાતા જ તેમને ફિલ્મની બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો.

(3:07 pm IST)