Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

અજયએ કર્યુ સેવાનું મોટુ કામ

બોલીવૂડ અને ટીવી પરદાના અનેક કલાકારોએ કોરોના મહામારી- લોકડાઉનમાં લોકોની પોતાનાથી શકય એટલી મદદ કરી છે. અજય દેવગણ પણ પોતાના એનવાઇ ફાઉન્ડેશન દ્વારા કોરોના મહામારીમાં અનેક લોકોની મદદ કરવામાં આવી છે. આ ફાઉન્ડેશનને ૧૦હજાર લોકોને ભોજન પુરૂ પાડ્યું છે તો બીજી બાજુ બોલીવૂડના ૧૦૦૦ ઇન્ડસ્ટ્રી વર્કર્સ, મીડિયા પ્રોફેશનલ અને સામાન્ય જનતાને કોરોના વાયરસથી રક્ષણ અપાવા માટે ટીકાકરણ કેમ્પની શરૂઆત કરી વેકસીન આપી છે. અજય દેવગણના ફાઉન્ડેશન હેઠળના કેમ્પમાં વેકિસનનું કામ હજુ પણ ચાલી રહ્યું છે. અજયની સેવાને ચાહકો સતત બીરદાવી રહ્યા છે. અજયે કહ્યું હતુંં કે, અમે એવા ક્ષેત્ર સાથે સંકળાયેલા છીએ જેમાં અમારે ઘરની બહાર જવું પડતું હોય છે. તેમજ અમારા ફીલ્ડના મીડિયાકર્મીઓને તસવીરો તેમજ ન્યુઝ મેળવવા માટે પોતાના જીવનું જોખમ ખેડવું પડતું હોય છે. તેથી તેમને વેકિસન અપાવીને અમે પણ તેમની સાથે રાહત અનુભવી છે. અજયએ પોતાની રીતે કોરોના મહામારીમાં જરૂરિયાતોની મદદ કરી  છે. તેણે દાદરના શિવાજી પાર્કમાં ૨૦ પથારીઓ વાળી કામચલાઉ હોસ્પિટલ પણ ઊભી કરી છે.

(10:07 am IST)