Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

એક સમયે મારી મજાક થતી હતીઃ પ્રિયામણી

દક્ષિણની જાણીતી અભિનેત્રીને હવે હિન્દી દર્શકો પણ સારી રીતે ઓળખતા થઇ ગયા છે. પ્રિયામણીએ જાણીતી વેબ સિરીઝ ધ ફેમિલીમેન-૨માં શ્રીકાંત તિવારી એટલે કે મનોજ બાજપેયીની પત્નિા રોલમાં જોવા મળી છે. લોકો તેની સુંદરતા પાછળ પાગલ થયા છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે પ્રિયામણીને તેના વજન અને ચામડીના શ્યામવર્ણને કારણે લોકો ઉતારી પાડતાં હતાં.  પ્રિયામણીએ તમિલ, તેલુગુ અને મલયાલમ ઉપરાંત હિન્દી ભાષાની ફિલ્મો પણ કરી છે. તેના જબરદસ્ત અભિનયને કારણે તે મોટો ચાહક વર્ગ ઉભો કરવામાં સફળ રહી છે.  પ્રિયામણીએ કહ્યું હતું કે એક સમયે સોશિયલ મીડિયા પર લોકોએ મારી મજાક ઉડાવી હતી. હું ૬૫ કિલોની હતી અને શરીર ખુબ વધારે જાડુ દેખાતું હતું. લોકો મને જાડી કહેતાં હતા. પણ હવે લોકો મને પસંદ કરતાં થયા છે.  તે કહે છે મેં સ્કિન ટોન અંગે પણ ઘણા મહેણા સાંભળ્યા છે. કોઇને કાળા ન કહેશો. કેમ કે કાળી વ્યકિત સુંદર હોય છે. ભગવાન શ્રીકૃષ્ણ પણ કાળા હતા, તે સુંદર હતા. પ્રિયામણીએ ફિલ્મ રાવણમાં પહેલી વાર હિન્દી ભાષામાં કામ કર્યુ હતું. એ પછી રકતચરિત્ર-૨, ચેન્નઇ એકસપ્રેસમાં પણ એ હતી.

(10:07 am IST)