Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

જયારે શાહરૂખે 'ફેમિલી મેન'ની સૂચિને આપ્યા ૩૦૦ રૂપિયા : હજી પણ સાચવી રાખ્યા છે

એકટ્રેસ પ્રિયામણી હાલ પોતાની તાજેતરમાં રિલીઝ થયેલી વેબસીરિઝ 'ધ ફેમિલી મેન ૨'ને લઈને ચર્ચામાં છે : એક સમયે તેમની કેમિસ્ટ્રીને શાહરૂખ ખાન સાથે પણ વખાણવામાં આવી હતી

મુંબઇ,તા. ૧૮: સાઉથની જાણીતી અભિનેત્રી પ્રિયામણી હાલ પોતાની વેબ સીરિઝ 'ધ ફેમિલી મેન ૨'ને લઈને ચર્ચામાં છે. આમાં તે મનોજ બાજપાઇની પત્ની સૂચિની પાત્રમાં છે જે ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. આ પહેલા તે શાહરૂખ ખાન સાથે ફિલ્મ ચેન્નઇ એકસપ્રેસના ગીત '૧૨૩૪ ગેટ ઓન ધ ડાન્સ ફ્લોર'માં દેખાઇ ચૂકી છે. તાજેતરમાં જ તેણે શાહરૂખ ખાન સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો. અભિનેત્રીએ શું કહ્યું તે જાણો અહીં.

ગીતમાં શાહરૂખ અને પ્રિયામણીની કેમિસ્ટ્રી ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી. એકટ્રેસના ડાન્સ મૂવ્સને પછી તમામ લોકોએ કોપી કર્યા. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં ગીતના શૂટને યાદ કરતા તેણે કિંગ ખાનના વખાણ કર્યા. એકટ્રેસે જણાવ્યું કે તે સમયે એકટરે તેને ૩૦૦ રૂપિયા આપ્યા હતા.

પ્રિયામણીએ કહ્યું, 'શાહરૂખ ખાન સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો. હું ન તો એકટર પણ એક સારી વ્યકિત તરીકે પણ તેમની પ્રશંસક છું. અમે ૫ રાત સુધી તે ગીતનું શૂટિંગ કર્યું. શાહરૂખ એમ જ બોલિવૂડના બાદશાહ નથી. તે દેશના સૌથી મોટા સુપરસ્ટાર્સમાંના એક છે. તે માથે સકસેસ ચડવા નથી દેતા.'

પ્રિયામણી કહે છે કે, 'જયારે અમે શૂટિંગ કરતા હતા, શાહરૂખે બધાની સાથે એક દમ નોર્મલ હતા. તેમણે બધાને કમ્ફર્ટેબલ રાખ્યા. મને લાગે છે તેમની પર્સનાલિટી, તેમની પ્રતિભા એવી છે કે તમે તેમને હજી વધારે પ્રેમ કરવા માંડો. શાહરૂખે મને પહેલા દિવસે ખૂબ જ સહજ અનુભવ કરાવ્યો. શૂટના એક દિવસ પહેલા હું લોકેશન પર પહોંચી ગઈ હતી. શૂટિંગ ખતમ થયા સુધી તે ત્યાં જ હતા. તેમણે બધાનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખ્યું. આ દરમિયાન અમે તેમના આઇપેડ પર કૌન બનેગા કરોડપતિ પણ રમ્યા. તેમણે મને ૩૦૦ રૂપિયા આપ્યા હતા જે આજે પણ મારા વોલેટમાં છે. તે ફકત તમને કમ્ફર્ટેબલ ફીલ કરાવતા રહે છે.'

એકટ્રેસે આગળ જણાવ્યું, 'સામાન્ય રીતે એકટર્સ ઓવરનાઇટ શૂટ કરે છે અને સવારે રેપ-અપ કરી દે છે. ત્યાર પછી તે પોત-પોતાના હોટેલ્સમાં જઈને સૂઇ જાય છે. જો કે, શાહરૂખ આથી સાવ જુદાં છે. તો કોરિયોગ્રાફર્સના અસિસ્ટન્ટ સાથે લાગી જાય છે અને બીજા દિવસની કોરિયોગ્રાફી શીખે છે. તે અડધો કલાક આ સમજતા અને પછી પાછાં જતા હતા.'

પ્રિયામણી પ્રમાણે, 'એટલું જ નહીં, શોટ વચ્ચે પણ અસિસ્ટન્ટ્સ આવીને શાહરૂખને સ્ટેપ્સ શીખવતા હતા જેથી સમય વ્યર્થ ન જાય અને દિવસ માટે જે પ્લાન કર્યું હતું, કે બરાબર રીતે શોટ થઈ જાય. તેમના જેવા માણસને આ કરવાની જરૂર નથી પણ આ તેમની નમ્રતા બતાવે છે. તે ખૂબ જ હાર્ડવર્કિગ છે અને આ જ કારણ છે કે મને તે ખૂબ જ ગમે છે.'

(10:08 am IST)