Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

‘સોનું તને મારા પર ભરોસો નઈ કે'નો ડિજિટલ પ્રીમિયર ૨૩મીએ શેમારૂમી પર

(કેતન ખત્રી), અમદાવાદઃ ગુજરાતીઓનું સૌથી પસંદગીનું ઓટીટી પ્‍લેટફોર્મ ફરી એકવાર દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. આ વખતે શેમારૂમી પર ગુજરાતી ફિલ્‍મોના સુપરસ્‍ટાર મલ્‍હાર ઠાકરની લેટેસ્‍ટ કોમેડી એન્‍ટરટેઈનિંગ ફિલ્‍મ રિલીઝ થવા જઈ રહી છે.
થિયેટર્સમાં દર્શકોને ખડખડાટ હસાવનાર ફિલ્‍મ ‘સોનું તને માર ભરોસો નઈ કે'નો હવે શેમારૂમી ડિજિટલ પ્‍લેટફોર્મ પર વર્લ્‍ડ પ્રીમિયર થવાનો છે.૨૩ જૂનના રોજથી આ સુપરહિટ કોમેડી ફિલ્‍મ દર્શકો દુનિયાના કોઈ પણ ખૂણે બેઠા બેઠા તેમના સૌથી ગમતા ઓટીટી પ્‍લેટફોર્મ શેમારૂમી પર માણી શક્‍શે. ‘સોનું તને માર ભરોસો નઈ કે' મલ્‍હાર ઠાકરની લેટેસ્‍ટ રિલીઝ થયેલી ફિલ્‍મ છે. આ ફિલ્‍મમાં એક એ પરિવારની વાત છે, જેમના ઘરનું જૂનું-પુરાણું ટીવી બગડી ગયું છે. એટલે ઘરનો સુપુત્ર ચોરબજારથી નવું સ્‍માર્ટ ટીવી ખરીદવાની ગોઠવણ કરે છે. પરંતુ આ ટીવી ઘરે આવીને ચાલું જ નથી થતું. કારણ કે ટીવીમાં મોટા પ્રમાણમાં સોનું મૂકેલું છે. તો આ સોનાનું થશે શું?શું મલ્‍હારનો પરિવાર આંગણે આવેલી લક્ષ્મીને વધાવી કે પછી પોલીસને સોંપશે? મલ્‍હારના ઘરમાં બંદૂક સાથે ઘૂસી આવેલો ગુંડો આ સોનુ લઈ જશે કે પછી મલ્‍હાર આ સોનુ લઈને ઘર છોડીને ભાગી જશે? તે જાણવા માટે તો હવે તમારે શેમારૂમી પર જોવી પડે.

 

(4:25 pm IST)