Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

આ કામથી મારો વધુ વિકાસ થયોઃ મૃણાલ

અભિનેત્રી મૃણાલ ઠાકુર  હવે વ્યસ્ત બની ગઇ છે. બોલીવૂડમાં તે સતત કામ મેળવી રહી છે. તેની પાંચ હિન્દી ફિલ્મો ધમાકા, જર્સી, આંખ મિચોલી, પીપ્પા અને થડામ તથા એક તેલુગુ ફિલ્મ આવી રહી છે. મૃણાલ કહે છે ફિલ્મ 'પિપા'માં કામ કરવું એ મારા માટે ગર્વની વાત છે. સિદ્ધાર્થ રોય કપૂર અને રોની સ્ક્રૂવાલા દ્વારા નિર્મીત આ ફિલ્મનું નિર્દેશન રાજા ક્રિષ્ન મેનને કર્યુ છે. આ ફિલ્મમાં મૃણાલની સાથે ઈશાન ખટ્ટર, પ્રિયાંશુ પેન્યુલી અને સોની રાઝદાનની મુખ્ય ભુમિકા છે. હાલમાં ફિલ્મનું શુટીંગ ચાલી રહ્યું છે. મૃણાલ સાથે સોનીના ભાગના દ્રશ્યોનું શુટીંગ પુરૂ થઇ ગયું છે. ઇશાન અને પ્રિયાંશના ભાગનું શુટીંગ હજુ પણ થઇ રહ્યું છે. મૃણાલે કહ્યું હતું કે આ ફિલ્મમાં કામ કરવાનો મારો અનુભવ સુંદર રહ્યો છે. એક અભિનેત્રી તરીકે મારો વધુ વિકાસ થયો છે. આ ફિલ્મની તૈયારીના ભાગરૂપે એ સમય વિશે મેં જેટલું વાંચ્યું હતું એમાં પણ મને મજા આવી હતી.

(9:50 am IST)