Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ચંદન રોય સન્યાલની વિલનગીરી જામી

અભિનેતા ચંદન રોલ સન્યાલ લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છે. પોતાના અભિનયથી તે દરેક પાત્રમાં અલગ છાપ છોડી જાય છે. તેને વેબ સિરીઝ આશ્રમમાં ભોપા  સ્વામીના રોલે ખુબ નામના અપાવી છે. હવે ચંદન રોય સન્યાલ પુરેપુરી વિલનગીરી કરતો દેખાયો છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ સનકમાં તે વિલન બન્યો છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં જ ચંદનના ચાહકોએ તેની વાહ વાહ કરી દીધી હતી. આ ફિલ્મમાં તેનું પાત્ર ખુબ જ આક્રમક છે અને તેને કોઇપણ બાબત માટે અટકાવી શકાય તેવું નથી. તે જે ધારે એ કરીને જ રહે છે. ફિલ્મમાં તેની સાથે વિદ્યુત જામવાલ, રૂકમણી મૈત્રા અને નેહા ધુપિયા પણ છેે. કનિશ્ક વર્માની આ ફિલ્મ ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થઇ ચુકી છે. ચંદને કહ્યું હતું કે સનકના આ પાત્ર માટે હું પહેલેથી જ ખુબ ઉત્સાહિત હતો. પહેલી વખત મને વિલનગીરી કરવા ફૂલફલેજ રોલ મળ્યો છે. હું નસીબદાર છું કે મને સારા શુભચિંતકો મળ્યા છે. આ ફિલ્મના વિલન તરીકે હું એટલું કહીશ કે સનકી હીરોને સનકી વિલન મળ્યો છે.

(9:51 am IST)