Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

આ ફિલ્મ માટે બધાએ ખુબ મહેન કરીઃ સંજય

અભિનેતા સંજય મિશ્રાનો એક ખાસ ચાહક વર્ગ છે. પોતાના અદ્દભુત અભિનયથી દર્શકોને જકડી રાખતો સંજય કોમેડી અને ગંભીર એમ બંને પ્રકારના રોલ ભજવવામાં માસ્ટરી ધરાવે છે. હવે તેની ફિલ્મ સમોસા એન્ડ સન્સ જે ડિજીટલ પ્લેટફોર્મ પર આવી છે. નેશનલ એવોર્ડ વિજેતા શાલિની શાહે આ ફિલ્મ બનાવી છે. જેમાં સંજયની સાથે બ્રિજેન્દ્ર કાલા, નાહે ગર્ગ, જિતુ શાસ્ત્રી, મીરા સુયાલ, રચના બિશ્ત અને મીનલ શાહ પણ મુખ્ય ભુમિકામાં છે. ફિલ્મની કહાનીમાં ભારતીય સમાજનો અરીસો દેખાડાશે. તેમાં દેખાડવામાં આવશે કે તમારા વિચારો ભલે આધુનિક હોય, પરંતુ કેટલીક બાબતોમાં તમારે પણ બંધન હોય છે. ઉત્તરાખંડમાં સમોસાની દુકાન ધરાવતા ચંદન કોરંગાને દરરોજ રાતે તેના મૃત પિતાનો આત્મા દેખાય છે. સંજય અલગ જ રોલમાં જોવા મળવાનો છે.   સંજય મિશ્રાએ કહ્યું હતું કે ગયા વર્ષે કોરોનાની મહામારી વચ્ચે તકેદારીઓ રાખીને આ ફિલ્મનું શુટીંગ કર્યુ હતું. ફિલ્મ માટે બધાએ ભરપુર મહેનત કરી છે.

(9:50 am IST)