Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

પ્રિયંકા ચોપરાની બ્રિટીશ ફેશન કાઉન્સીલના એમ્બેસેડર તરીકે નિમણુંકઃ એક વર્ષ સુધી લંડનમાં રહીને કામગીરી કરશે

નવી દિલ્હીઃ ગ્લોબલ સેલિબ્રિટીના રૂપમાં પોતાની ધાક જમાવી રહેલી પ્રિયંકા ચોપરા જોનાસને એક મોટી જવાબદારી મળી છે. તેની બ્રિટિશ ફેશન કાઉન્સિલની એમ્બેસેડર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તે માટે પ્રિયંકા આવનારા એક વર્ષ સુધી લંડનમાં રહેશે અને ત્યાં કામ કરશે. 

પ્રિયંકાએ એક ટ્વીટ કરીને જાણકારી આપી- હું બ્રિટિશ ફેશન કાઉન્સિલની એમ્બેસેડર ફોર પોઝિટિવ ચેન્જ બનાવવા પર સન્માનિત અનુભવી રહી છું. હું આગામી એક વર્ષ સુધી લંડનમાં રહીશ અને કામ કરીશ. અમે લોકો જલદી કંઈક એક્સાઇટિંગ ઇનિશિએટિવ શેર કરીશું અને હું તમને આ યાત્રામાં પોતાની સાથે લઈ જવાની આશા કરી રહી છું. આ સાથે પ્રિયંકાએ વધુ એક નોટ શેર કરી છે, જેમાં લખ્યું છે- ફેશન, હંમેશાથી પોપ કલ્ચર અને વિભિન્ન સંસ્કૃતિઓ અને લોકોને જોડવાનું શક્તિશાળી માધ્યમ છે. હું આ ઈન્ડસ્ટ્રીઝની વિવિધતા અને રચનાશીલતાનો જશ્ન મનાવવાની આશા કરી રહી છું. 

બ્રિટિશ ફેશન કાઉન્સિલની એમ્બેસેડર બનીને પ્રિયંકા ધ ફેશન એવોર્ડસ 2020ના આયોજનમાં મદદ કરશે, જે કોરોના વાયરસ પેડનેમિકને કારણે અલગ રીતે કરવામાં આવશે. એવોર્ડ સમારોહ ડિજિટલી આયોજીત થશે અને ફેશન ઈન્ડસ્ટ્રીઝમાં ફેરફાર લાવવા વાળાને સન્માનિત કરવામાં આવશે. પ્રિયંકા ચોપડાએ પોતાના પતિ નિકની સાથે મળીને એક નવા કેમ્પેન પર કામ કર્યું છે, જેના દ્વારા વિભિન્ન સામાજીક કાર્યોને સપોર્ટ કરવામાં આવશે. 

પ્રિયંકા ચોપડા આ દિવસોમાં પોતાના હોલીવુડ પ્રોજેક્ટમાં વ્યક્ત છે. એક્ટિંગની સાથે તે ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહી છે. નેટફ્લિક્સની ફિલ્મ ધ વ્હાઇટ ટાઇગરના ટ્રેલરને થોડા દિવસ પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રિયંકા એક્ટિંગની સાથે એક્ઝિક્યૂટિવ પ્રોડ્યૂસરની જવાબદારી નિભાવી રહી છે. આ ફિલ્મ અરવિંદ અડિગાની આ શીર્ષક પર આવેલી નોવેલ આધારિત છે. 

(3:13 pm IST)