Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

વધુ એક ફિલ્મનું શુટીંગ પુરું કર્યુ તાપસીએ

તાપસી પન્નુએ તાજેતરમાં વધુ એક ફિલ્મનું શુટીંગ પુરું કરી લીધું છે. તાજેતરમાં તેની ફિલ્મ રશ્મી રોકેટ આવી હતી. જે એક બાયોપિક હતી. હવે ફરી વખત તે આવી જ એક ફિલ્મ કરી રહી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સફળ કેપ્ટન મિતાલી રાજના જીવન પરથી બનેલી ફિલ્મ શાબાશ મિઠ્ઠુનું શુટીંગ તાપસીએ પુરું કર્યુ છે. આ ફિલ્મનું છેલ્લા તબક્કાનું શુટીંગ લંડનના લોર્ડસ ક્રિકેટ સ્ટેડિયમમાં થયું હતું. ફિલ્મમાં તાપસી મિતાલી રાજનો રોલ નિભાવી રહી છે. શુટીંગ પુરું થતાં તેણે ક્રિકેટ સ્ટેડિયમમાં તે બીજી મહિલા ખેલાડીઓ સાથે ઉભી હોય તેવી તસ્વીર પોસ્ટ કરી હતી. તેણે તસ્વીર સાથે લખ્યું છે કે આઠ વર્ષની હતી જ્યારે કોઇએ કહ્યું હતું કે ક્રિકેટ માત્ર પુરૂષોની રમત નહિ હોય, મહિલા ક્રિકેટ ટીમની પણ અલગ ઓળખ હશે. વૂમેન ઇન બ્લુ બહુ જલ્દી આવી રહી છે. તાપસીએ આ ભુમિકા માટે મિતાલીની મિત્ર અને ક્રિકેટ કોચ નુશીન અલ ખાદિર પાસે તાલિમ લીધી છે. તે કહે છે મારા માટે આ ભુમિકા એક પડકાર છે. રાહુલ ધોળકીયા નિર્દેશીત આ ફિલ્મનું લેખન પ્રિયા અવને કર્યુ છે.

(10:01 am IST)