Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

કાતિલ હસીનાઓ કે નામ... આવી રહી છે નવી વેબ સિરીઝ

મહિલાઓને હમેંશા ધીરજ, ત્યાગ અને સહનશકિતની મુર્તિ સહિતના પ્રતિકો આપવામાં આવતાં હોય છે. પણ ઝી ફાઇવ અને જિંદગી પર આવી રહેલી સિરીઝ 'કાતિલ હસીનાઓ કે નામ' આ બધી માન્યતાને તોડી નાંખશે. આ સિરીઝનું નિર્દેશન બ્રિટીશ ભારતીય નિર્દેશક મીનૂ ગોૈરએ કર્યુ છે. આ સિરીઝમાં એહસાન ખાન, ઉસ્માન ખાલિદ બટ, શહરયાર મુનવ્વર, સલિમ મેરાજ, સામિયા મુમતાઝ, સનમ સઇદ, સરવત ગિલાની, મેહર બાનો, ફૈઝા ગિલાની, બિયો રાણા જફર અને ઇમામ સુલેમાનની મુખ્ય ભુમિકા છે. આ સિરીઝની કહાની એન્ડ્રોન શહેરની ગલીયોમાં સ્થાપિત છે. વિશ્વાસઘાત, ક્રોધ સાથે પ્રેમ, વાસના, શકિત અને બદલાની કહાની પણ અહિ જોવા મળશે. આ સિરીઝની દરેક કહાની મહિલાઓની નિડરતા અને છેતરપીંડી સામે બદલો લેવાની તેની રીત દેખાડશે. નિર્માતા કહે છે આવી કાતિલ હસીનાઓને અગાઉ કદી કોઇએ જોઇ નહિ હોય. આ એવી મહિલાઓ છે જે ઇચ્છીત ચીજ મેળવવા કોઇપણ હદ સુધી જઇ શકે છે.

(10:02 am IST)