Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

વિશેષજ્ઞની મદદ જરૂરી હોય છેઃ નેહા

ટીવી પરદાની ખુબસૂરત અભિનેત્રી નેહા પેન્ડસે હાલમાં લોકપ્રિય શો ભાભીજી ઘર પર હૈમાં અનિતા વિભુતિ નારાયણ મિશ્રાનો રોલ નિભાવી ઘર ઘરમાં જાણીતી બની છે. નેહા સોશિયલ મિડીયા પર પણ સતત સક્રિય રહે છે. તાજેતરમાં તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે જીમમાં અલગ અલગ કસરતો કરતી જોવા મળી હતી. નેહાએ જીમમાં જે રીતે કસરતો કરી છે એ બધાને હેરાન કરી દે તેવી છે. વિડીયો સાથે નેહાએ લખ્યું છે કે લાઇફ સ્ટાઇલમાં બદલાવ લાવવા માટે વિશેષજ્ઞની મદદ જરૂરી હોય છે. પ્રદિપ ભાટીયાને મારો મિત્ર અને કોચ બનવા માટે હું ધન્યવાદ પાઠવું છું. નેહાના આ વિડીયોને ચાહકોએ ખુબ પસંદ કરી અનેક કોમેન્ટ્સ આપી છે.  ભાભીજી ઘર પર હૈ શો પહેલા નેહાએ મે આઇ કમ ઇન મેડમ શોમાં પણ ધમાકેદાર ભુમિકા નિભાવી હતી. તે ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. 

(10:03 am IST)