Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ત્રણ વર્ષ પછી કમબેક માટે તૈયાર છે રતન

ટીવી પરદે અગલે જમન મોહે બિટીયા હી કીજો શોથી જાણીતી બનેલી રતન રાજપૂતે ત્રણ વર્ષના વિરામ પછી ફરી છે. તેણે અગાઉ મહાભારત, રાધા કી બેટીયા, ફના સહિતના શો કર્યા છે. છેલ્લે સંતોષી મા નામના શોમાં કામ કર્યુ હતું. તેણે રતન કા રિશ્‍તા નામના શોમાં પણ ભાગ લીધો હતો. પટણા બિહારની રતન કહે છે હવે હું નવેસરથી ટચુકડા પરદે કામ કરવા તૈયાર થઇ ગઇ છું. હું ડિપ્રેશનમાં હોવાથી મુંબઇથી દૂર જતી રહી હતી. હવે નવેસરથી કામ કરવા તૈયાર છું. સંતોષી મા શો પુરો થયાના બીજા દિવસે મારા પિતાનું નિધન થતાં હું આઘાતમાં જતી રહી હતી. મનોચિકીત્‍સકની મદદ પણ લેવી પડી હતી. મેં મહારાષ્‍ટ્રના અનેક ગામડાઓની આ દિવસોમાં મુલાકાત લીધી હતી, એક જગ્‍યાએ ત્રણ મહિના ખેતી પણ કરી હતી. ગ્રામ્‍ય વિસ્‍તારમાં લોકો કેટલા હળવાશથી રહે છે તે મને સમજાયુ હતું અને જીવન જીવવા માટે નવો દ્રષ્‍ટિકોણ મળયે હતો.

(10:47 am IST)