Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ભૂમિની પાંચ ફિલ્‍મો કતારમાં

અભિનેત્રી ભૂમિ પેડનેકર પોતાના અભિનય ઉપરાંત સોશિયલ મિડીયા પરની પોતાની પોસ્‍ટથી પણ દર્શકોના દિલમાં રાજ કરતી રહે છે. તે એક પ્રતિભાશાળી અભિનેત્રીના લિસ્‍ટમાં સામેલ છે. તાજેતરમાં તેણે કેટલીક બોલ્‍ડ તસ્‍વીરો સોશિયલ મિડીયા પર પોસ્‍ટ કરી હતી. જેને ચાહકોએ ખુબ પસંદ કરી હતી. ભૂમિ સમયાંતરે ચાહકોને આવી સરપ્રાઇઝ આપતી રહે છે. તેની દિલકશ તસ્‍વીરોને મોટી સંખ્‍યામાં લાઇક મળતી રહે છે. દમ લગા કે હઇસા જેવી ફિલ્‍મથી બોલીવૂડમાં શરૂઆત કરનાર ભૂમિ છેલ્લે અક્ષય કુમાર સાથે રક્ષાબંધનમાં જોવા મળી હતી. ફિલ્‍મ ભલે ચાલી ન હોય પણ ભૂમિના અભિનયને સોૈએ પસંદ કર્યો હતો. હાલમાં ભૂમિ પાંચ ફિલ્‍મોને કારણે ચર્ચામાં છે. ગોવિંદા નામ મેરા, ભીડ, ભક્ષક, ધ લેડી કિલર અને અફવા તેની આવનારી ફિલ્‍મો છે. જેમાં ગોવિંદા નામ તેરાનું શુટીંગ ખતમ થઇ ગયું છે. કારકિર્દીના પ્રારંભે જ તેણે દમ લગા કે હઇસા માટે અલગ અલગ કેટેગરીના સાત એવોર્ડ જીતી સાબિત કર્યુ હતું કે તે અહિ લાંબી ઇનિંગ રમવાની છે.

(10:48 am IST)