Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

EDએ ફિલ્મ નિર્દેશક પુરી જગન્નાથ અને અભિનેત્રી ચાર્મી કૌરની કરી પૂછપરછ

મુંબઈ: ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા)ના શંકાસ્પદ ઉલ્લંઘનને પગલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) હિન્દી-તેલુગુ ફિલ્મ 'લિગર'ના નાણાં વ્યવહારોની તપાસ કરી રહી છે. ED અધિકારીઓએ ગુરુવારે દિવસભર ફિલ્મ નિર્દેશક પુરી જગન્નાથ અને અભિનેત્રીમાંથી નિર્માતા બનેલી ચાર્મી કૌરની પૂછપરછ કરી હતી.ઓગસ્ટમાં રિલીઝ થયેલી વિજય દેવેરાકોંડા-સ્ટારર ફિલ્મ 'લિગર'માં રોકાણ કરાયેલા નાણાંના સ્ત્રોત વિશે તેમને પૂછપરછ કરવામાં આવી હતી.આશરે રૂ. 125 કરોડના બજેટ સાથે નિર્મિત આ ફિલ્મમાં અમેરિકન બોક્સર માઈક ટાયસન પણ છે. વિજયા દેવરાકોંડા અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં છે, આ ફિલ્મનું મેગા શૂટ લાસ વેગાસમાં થયું હતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી.

 

(7:38 pm IST)