Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

દર્શકો વધુ સ્‍માર્ટ બન્‍યા છેઃ સુનિલ

સુનિલ શેટ્ટીએ બોલીવૂડમાં લાંબો સમય સુધી કામ કર્યુ છે. હાલમાં જ તેણે વેબ શો ધારાવી બેંકમાં જોરદાર રોલ ભજવ્‍યો છે. તેણે તાજેતરમાં કહ્યું હતું કે હવે સમય બદલાઇ ગયો છે. મારા બાળકો મને પુછતાં હતાં કે કેમ મેં અચાનક ફિલ્‍મો કરવાનું બંધ કરી દીધું તો મેં તેમને જણાવ્‍યું હતું કે મેં કારકિર્દીમાં ઘણી બધી ભૂલો કરી છે. દર્શકો પણ મારા દ્વારા કરવામાં આવેલી બકવાસ ફિલ્‍મોને જોવા અને તેમના પૈસા બગાડવા તૈયાર નથી.  આ સમસ્‍યાનું સમાધાન શોધવા બોલીવૂડને ગંભીરતાથી વિચારવું જરૂરી છે. નેવુંના દશક અને આજના સમયમાં ઘણો ફર્ક છે. આજે લોકોની નજર બદલાઈ છે અને દર્શકો વધુ સ્‍માર્ટ બન્‍યા છે. મારી પહેલી ફિલ્‍મ આરઝૂ હતી. પણ  તે ડબ્‍બામાં ગઈ હતી. ફિલ્‍મમાં મારી એક્‍શન અને કામ સારું હતું તેના કારણે વર્ડ ઓફ માઉથથી મને કામ મળવાનું શરું થયું હતું. જો તેવી જ રીતે મારા નામથી નફરત ફેલાવવાનું આજના સમયમાં શરૂ થયું હોત તો મારે સોશિયલ મીડિયા પર ઘણું ખરું ખોટું સાંભળવું પડ્‍યું હોત.

(10:48 am IST)