Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

‘સિંઘમ અગેઇન'માં સિમ્‍બા દેખાશે, સૂર્યવંશી નહીં

રોહિતે હાલમાં જાહેરાત કરી હતી કે દીપિકા પાદુકોણ પણ આ યુનિવર્સમાં લેડી સિંઘમ તરીકે એન્‍ટ્રી કરશે

મુંબઇ,તા.૧૯: અજય દેવગનની ‘સિંઘમ અગેઇન'માં રણવીર સિંહ જોવા મળશે, પરંતુ અક્ષયકુમાર જોવા નહીં મળે. રોહિત શેટ્ટી તેની પોલીસ યુનિવર્સને આગળ વધારી રહ્યો છે. રોહિતે હાલમાં જાહેરાત કરી હતી કે દીપિકા પાદુકોણ પણ આ યુનિવર્સમાં લેડી સિંઘમ તરીકે એન્‍ટ્રી કરશે. દીપિકા સાથે હવે આ સિરીઝમાં સિમ્‍બા એટલે કે તેનો પતિ રણવીર સિંહ પણ ફરી જોવા મળશે. અક્ષય કેમ જોવા નહીં મળે એ વિશે કોઈ માહિતી જાહેર કરવામાં નથી આવી, પરંતુ સ્‍ક્રિપ્‍ટની ડિમાન્‍ડ ન હોવાથી તે જોવા નહીં મળે એવું લાગી રહ્યું છે. આ ફિલ્‍મની સ્‍ક્રિપ્‍ટના પહેલા ડ્રાફટમાં અક્ષયનો સમાવેશ નથી કરવામાં આવ્‍યો. જોકે રોહિત ઇચ્‍છશે તો સ્‍ક્રિપ્‍ટના ફાઇનલ ડ્રાફટમાં તેનો કોઈ ને કોઈ રીતે સમાવેશ કરશે એવું પણ બની શકે છે. જોકે છેલ્લે કોઈ ઓપ્‍શન ન હોય તો રોહિત ક્રેડિટ સીનમાં પણ તેનો સમાવેશ કરી શકે છે.

(11:04 am IST)