Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

નવી સિરીયલ ‘ધ્રુવ તારા'માં સદી સે પરે માં ૧૭મી સદીની રાણીની ભૂમિકામાં

(કેતન ખત્રી), અમદાવાદઃ સોની સબની નવી સિરીયલ ધ્રુવ તારા બે અલગ અલગ યુગના ધ્રુવ અને તારાનો પ્રવાસ કરાવે છે. શો ભારતીય ટેલિવિઝન પર અગાઉ કયારેય નહીં જોઈ હોય તેવી પ્રેમકથા સાથે નવો ચીલો ચાતરવા માટે સુસજ્જ છે. સમયની સીમાઓ વિરુદ્ધ પાર જતાં ૧૭મી સદીની રાજકુમારી તારા (રિયા શર્મા) વર્તમાન દિવસમાં આવે છે, જ્‍યાં તે ધ્રુવ (ઈશાન ધવન) સાથે ભટકાય છે.

રાની કનુપ્રિયાની ભૂમિકા ભજવતી નારાયણ શાષાી કહે છે, હું ઉદ્યોગમાં બે દાયકાથી કામ કરી રહી છું અને અનેક ભૂમિકાઓ ભજવી છે. જોકે પરિવારના બધા સભ્‍યોને સ્‍પર્શે તેવા શો નિર્માણ કરતી ચેનલનો હિસ્‍સો બનવું તે નિતિ જ ઉત્‍સાહજનક છે. હું ધ્રુવ તારામાં રાની કનુપ્રિયાની ભૂમિકા ભજવી રહી છે, જે મનોહર, બહાદુર અને વિચારક રાણી છે. તે ગૌરવશાળી મહિલા છે અને પરિવારને ચાહે છે. મને આ વાર્તા સાવ અલગ લાગી અને પડદા પર સુંદર રીતે પ્રદર્શિત કરાઈ હોવાનું યાદીમાં જણાવાયું છે.

 

(3:59 pm IST)