Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

રાખી સાવંતને મુંબઈ પોલીસએ લીધી કસ્ટડીમાં : શર્લિનએ FIR નોંધાવી હતી

મુંબઈ: અભિનેત્રી શર્લિન ચોપરાની ફરિયાદ પર અંબોલી પોલીસે રાખી સાવંતની અટકાયત કરી છે. શર્લિનનો આરોપ છે કે રાખી તેને બદનામ કરી રહી છે અને તેના અશ્લીલ વીડિયો અને તસવીરો ઓનલાઈન સર્ક્યુલેટ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે આજે તેની ડાન્સ એકેડમી શરૂ કરવાની હતી, જોકે, શર્લિન દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને કારણે હવે તેને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવી છે. શર્લિને તેના ટ્વિટમાં દાવો કર્યો છે કે રાખીની ધરપકડ કરવામાં આવી છે. તેણે એમ પણ કહ્યું કે તેની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.શર્લિને ટ્વીટ કર્યું, "અંબોલી પોલીસે FIR 883/2022ના સંબંધમાં રાખી સાવંતની ધરપકડ કરી છે. ગઈકાલે, મુંબઈ સેશન્સ કોર્ટે રાખી સાવંતની ABA 1870/2022ને બરતરફ કરી દીધી છે."

(7:15 pm IST)