Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

રિધ્ધી અને મોનિકા ડોગરાનો શો રિલીઝ થશે આવતા મહિને

ડિજીટલ પ્લેટફોર્મ ઓલ્ટ બાલાજી અને ઝીફાઇવ સાથે મળી અનેક સુપરહિટ સિરીઝ-ફિલ્મો આપી ચુકયા છે. હવે અહિ વધુ એક ચર્ચાસ્પદ કહાની ધરાવતો શો ધ મેરિડ વુમન નામનો શો આવીર હ્યો છે. આ શોનું ટીઝર પણ રિલીઝ થઇ ગયું છે. લેખક મંજુ કપૂરની બેસ્ટસેલર નોવેલ પરથી આ શો બનાવાઇ રહ્યો છે. એ મેરિડ વુમન એક અરબન રિલેશનશીપ ડ્રામા છે. જે મહિલાઓ  અને સમાજમાં તેના પર લાગુ પાડવામાં આવેલી શરતો તથા ખુદનું અસ્તિત્વ શોધવાની વાત છે. શોમાં રિધ્ધી ડોગરા અને મોનિકા ડોગરા મુખ્ય પાત્ર છે. જ્યારે ઇમાદ શાહ, દિવ્યા સેઠ શાહ, નાદિરા બબ્બર, સુહાસ આહુજા સહિતના કલાકારો છે. આ પ્રેરણાદાયી કહાનીને પરદા પર જીવંત કરવા સ્ટ્રીમીંગ પ્લેટફોર્મએ પોસ્ટર સાથે એક વિડીયો પણ રજૂ કર્યો છે. જેમાં લેખિકા મંજુ કપૂર પણ જોવા મળે છે. આઠમી માર્ચના રોજ આ શો રિલજિ થશે. રિધ્ધી ડોગરા અગાઉ અનેક  હિટ ટીવી શોમાં કામ કરી ચુકી છે.

(10:13 am IST)